ભારત- પાકિસ્તાન મેચ ધર્મશાલાથી કોલકાતા શિફ્ટ

નવી દિલ્હી: વર્લ્ડ ટી 20 દરમિયાન ભારત પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ હવે ધર્મશાલાની જગ્યાએ કોલકાતા શિફ્ટ કરી દેવામાં આવી છે. પીસીબીના ચીફ શહરયાર ખાન દ્વારા લખવામાં આવેલી ચિઠ્ઠી અને સુરક્ષાને ધ્યાનમાં રાખતાં તથા હિમાચલના સીએમ વીરભદ્ર સિંહના વારંવાર બદલાતા સ્ટેટમેન્ટના લીધે આઇસીસી દ્વારા આ મેચની જગ્યા બદલી નાખવાની જાહેરાત કરી છે.

અત્રે નોંધનીય છે કે મેચનો વિરોધ કરનારા લોકોએ પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કરવાની સાથે સાથે ભૂખ હડતાળ પર પણ બેસી ગયા હતાં. પ્રદર્શન કરનારાઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તે લોકો ત્યાં મેચ નહીં રમાવા દે.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી આ મેચની જગ્યાને લઇને વિવાદો ચાલી રહ્યા હતા. પહેલા મંગળવારના રોજ પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી નવાજ શરીફે પાકિસ્તાનનાં ગૃહમંત્રી ચૌધરી નિસાર પાકિસ્તાન ક્રિકેટ ટીમની સુરક્ષાને લઇને તેનો રિપોર્ટ મળ્યા બાદ આ મેચ માટે તેમને ટીમને લીલી ઝંડી આપીને PCBને તૈયારી કરવા જણાવ્યું હતું. જો કે પાકિસ્તાને બુધવારે ભારત આવતા પહેલા તેમના પ્રોગ્રામમાં ફેરફાર કરતાં જણાવ્યું હતું કે તેઓ હવે બુધવારે ભારત આવવા નીકળશે નહીં.

પીસીબીએ આઇસીસીને ચિઠ્ઠી લખી હતી
આ બદા વિવાદોની વચ્ચે મંગળવાર મોડી રાતે સમાચાર મળ્યા કે આઇસીસી વર્લ્ડ ટી 20માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ હવે ધર્મશાલાની જગ્યાએ કોલકાતામાં રમાડી શકાય છે. આ બધા પાછળ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વાંધાને જવાબદાર ગણવામાં આવ્યો હતો. પીસીબી ચીફ શહરયાર ખાને આઇસીસીના સીઇઓ ડેવ રિચર્ડસનને પત્ર લખીને આ મેચને ધર્મશાલાની જગ્યાએ મોહાલી ક્યાં તો કોલકાતા શિફ્ટ કરવાની માંગ કરી હતી.

બીસીસીઆઇ વીરભદ્રને ના મનાઇ શકી
બીસીસીઆઇએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ધર્મશાલામાં મેચ રમવા માટે ખુશ કરવા ઘણી કોશિશ કરી હતી પરંતુ બીસીસીઆઇને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્રના દ્વિ વલણને કારણે તેમને સફળતા ના મળી. પહેલા તો વીરભદ્રએ સુરક્ષા આપવા માટે ના પાડી દીધી પછી તેમણે પાકિસ્તાન ડેલિગેશનને કહ્યું કે તે ટીમને સુરક્ષા પૂરી પાડશે. પરંતુ તે પછી મિડીયા સામે જણાવ્યું કે હવે તે દબાવમાં આવી ગયા છે. વીરભદ્રના આ વલણથી આઇસીસીએ આ મેચને ધર્મશાલાની જગ્યાએ કલકત્તા શિફ્ટ કરવા મજબૂર કર્યા.

You might also like