ભારત-પાક મેચ અગાઉ આઠ ખેલાડીઓ થશે સન્માનિત

કોલકાતા : ટી-20 વર્લ્ડકપમાં 19 માર્ચે રમાનારી ભારત-પાકિસ્તાન મેચ અગાઉ ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાલ (CAB) બંને દેશના આઠ દિગ્ગજ ખેલાડીઓનું સન્માન કરશે. પૂર્વ પ્રખ્યાત ક્રિકેટરોમાં ચાર ભારતના તેમજ ચાર ખેલાડી પાકિસ્તાનના હશે. ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની અને CABના પ્રમુખ સૌરવ ગાંગૂલીના નિર્દેશનમાં એસોસિયેશને પાકિસ્તાનના વર્લ્ડકપ વિજેતા સુકાની અને હાલના પાકિસ્તાનના રાજકારણમાં સક્રિય એવા ઇમરાન ખાનને સન્માનિત કરવાની જાહેરાત કરી છે. ઇમરાન ખાન સિવાય ટીમના પ્રમુખ કોચ વકાર યુનૂસ, પૂર્વ ફાસ્ટ બોલર તેમજ કોમેન્ટટર વસીમ અક્રમ અને અફધાનિસ્તાન ટીમના કોચ ઇન્ઝમામ ઉલ હકનું સન્માન કરવામાં આવશે.

જ્યારે ભારત તરફથી વર્લ્ડકપ વિજેતા સુકાની કપિલદેવ સહિત સુનીલ ગાવસ્કર, સચિનિ તેંડૂલકર અને વિરેન્દ્ર સહેવાગને સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. બંગાળ ક્રિકેટ એસોસિયનના જણાવ્યા અનુસાર ભારત-પાકિસ્તાન વચ્ચેની શ્રેણીમાં આ ખેલાડીઓનો ઘણો પ્રભાવ રહેતો હતો. જેના કારણે તેઓને સન્માનિત કરવામાં આવસે.

 

You might also like