આવતી કાલે હૉકીમાં ભારત-પાક. વચ્ચે હાઈ વૉલ્ટેજ મુકાબલો

ક્વાન્ટેન (મલયેશિયા): ક્રિકેટની જેમ હૉકીમાં પણ ભારત અને પાકિસ્તાન એકમેકના કટ્ટર છે. ભારત-પાક.નો મુકાબલો આવતી કાલે (રવિવારે) અહીં એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીની લીગ મૅચમાં જોવા મળશે. ભારતીય કૅપ્ટન પી. આર. શ્રીજેશે તાજેતરમાં જ કહ્યું હતું કે ”હું અને મારા સાથીઓ પાક સમર્થિક આતંકવાદમાં શહીદ થયેલા આપણા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા આ મૅચ જીતવા દરેક શક્ય કોશિશ કરીશું, અમે પરાજિત નહીં જ થઈએ અને આપણા સૈનિકોને નિરાશ નહીં જ કરીએ.”

શ્રીજેશે સાથી ખેલાડીઓને કહ્યું છે કે પાકિસ્તાનને અન્ય કોઈ સામાન્ય ટીમ સમજીને જ રમજો અને મગજ શાંત રાખીને રમતા રહેજો. શ્રીજેશના મતે ભારત સૌથી પહેલાં તો આજે સાઉથ કોરિયા સામે રમાનારી મૅચ જીતીને ત્રણ પૉઇન્ટ કબજે કરવા માગે છે અને પછી રવિવારે પાકને હરાવીને વધુ ત્રણ પૉઇન્ટ લેશે. શ્રીજેશે ખેલાડીઓને રમવા પર જ એકાગ્રતા રાખવાની તેમ જ મૅચ પહેલાં સોશિયલ મીડિયાથી દૂર રહેવાની પણ સલાહ આપી છે.

You might also like