પોણા બે કલાક ચાલી વિદેશ સચિવ સાથે વાતચીત, ભારતે આતંકવાદ તો પાકિસ્તાને ઉઠાવ્યો કાશ્મીરનો મુદ્દો

નવી દિલ્હી: દિલ્હીમાં મંગળવારે વિદેશ સચિવ સ્તરની બેઠકમાં પાકિસ્તાને ફરી એકવાર ભારતની સામે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. બંને દેશોના વિદેશ સચિવો વચ્ચે લગભગ પોણા બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં ભારતે મજબૂતી સાથે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો.

પાકિસ્તાની પ્રવક્તાના અનુસાર પાકિસ્તાનના વિદેશ સચિવ એજાજ અહમદ ચૌધરીએ બેઠકમાં ભારપૂર્વક કહ્યું કે કાશ્મીર જ બંને દેશો વચ્ચેનો મુખ્ય મુદ્દો રહેશે અને તેનું સમાધાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો પ્રસ્તાવ અને કાશ્મીરીઓની ઇચ્છાના આધારે થવો જોઇએ. પાકિસ્તાને આ બેઠકમાં રો ઓફિસર કુલભૂષણ જાધવની ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો અને આરોપ લગાવ્યો કે રો કરાચી અને બલૂચિસ્તાનમાં ખોટી ગતિવિધિઓને અંજામ આપી રહ્યું છે. પાકિસ્તાને સમજોતા બ્લાસ્ટના આરોપીની મુક્તિ પર પણ ચિંતા વ્યક્ત કરી.

સાઉથ બ્લોકમાં યોજાયેલી આ બેઠકમાં ભારતીય વિદેશ સચિવ એસ જયશંકર, તેમના પાકિસ્તાની સમકક્ષ એજાજ અહમદ ચૌધરી અને ભારતમાં પાકિસ્તાનના હાઇ કમિશનર અબ્દુલ બાસિત હાજર રહ્યા. પાકિસ્તાની વિદેશ સચિવે આશા વ્યક્ત કરી કે બંને દેશ આ પ્રકારે ઉચ્ચસ્તરીય સંપર્ક ચાલુ રાખે પરસ્પર વિશ્વાસ વધશે અને વાર્તાની પ્રક્રિયાને આગળ પણ ચાલુ રાખવામાં આવશે.

આ બેઠક એટલા માટે મહત્વપૂર્ણ હતી કારણ કે પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશોને આ પ્રકારની પ્રથમ મિટીંગ છે. આ બેઠક એવા સમયે યોજાઇ છે જ્યારે બંને પક્ષોએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે વિદેશ સચિવ સ્તરની બેઠકને લઇને એકબીજાના સંપર્કમાં છે જે વ્યાપક દ્રિપક્ષીય વાર્તાની રૂપરેખા નક્કી કરશે.

મળતી મહિતી મુજબ વાતચીતમાં મુખ્ય ફોકસ પઠાણકોટ આતંકવાદી હુમલાની તપાસ અને આ સંબંધમાં એનઆઇએની ટીમને સંભવિત પાકિસ્તાન પ્રવાસ રહેશે. ગત વર્ષે ડિસેમ્બરમાં બંને દેશોના વિદેશ મંત્રીઓએ ઇસ્લામાબાદમાં સીબીડીની જાહેરાત કર્યા બાદથી જયશંકર અને ચૌધરી વચ્ચે આ પ્રથમ ઔપચારિક બેઠક હશે. બંને સચિવોએ આ વર્ષે માર્ચમાં નેપાળમાં દક્ષેસની એક બેઠક દરમિયાન થોડીવાર માટે અનૌપચારિક રીતે વાતચીત કરી હતી.

You might also like