ભારત-પાકિસ્તાન DGMOની વચ્ચે હોટલાઇન પર વાતચીત, સીમા પર સીઝફાયર કરાશે લાગુ

ન્યૂ દિલ્હીઃ કેટલાંય સમયથી બોર્ડર પર ચાલી રહેલ ગોળીબારી વચ્ચે મંગળવારનાં રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે DGMOની વચ્ચે હોટલાઇન પર વાતચીત થઈ. બંન્ને દેશોનાં અધિકારીઓ વચ્ચે સીઝફાયરની સમજૂતીને શરૂ રાખવા અને બોર્ડર પર શાંતિ બનાવી રાખવા માટે વિશેષ અપીલ કરવામાં આવી.

આ બેઠક માટે પાકિસ્તાનનાં DGMO તરફથી અપીલ કરવામાં આવી હતી. બંન્ને દેશનાં અધિકારીઓએ હોટલાઇન પર વિશેષ વાતચીત કરી હતી.

મહત્વનું છે કે, વર્તમાન દિવસોમાં પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય બોર્ડર અને LoC પર ગોળીબાર કર્યો છે. જેમાં ઘણાં બધાં નાગરિકોનાં મોત થયાં છે. પાકિસ્તાનની ગોળીબારીને કારણે બોર્ડર વિસ્તારની પાસે રહેતા અંદાજે 1 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યાં.

ઉલ્લેખનીય છે કે, 2003માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરને લઇ સમજૂતી થઈ હતી પરંતુ તેમ છતાં પાકિસ્તાન દ્વારા દરરોજ સીઝફાયરનું ઉલ્લંઘન કરાઇ રહ્યું છે. પાકિસ્તાને મેં મહિનામાં જમ્મુ, કઠુઆ, સાંબા, નૌશેરા જિલ્લાઓમાં સતત ગોળીબાર કર્યો છે. આ દરમ્યાન પાકિસ્તાન તરફથી મોર્ટાર શેલ પણ છોડવામાં આવ્યાં છે તેમજ ગોળીબાર કરાતા 5 લોકોનાં મોત થયાં હતાં.

You might also like