ભારત-પાક. વચ્ચેની મેચ કોઈ જંગથી કમ નથીઃ વીરુ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગનું કહેવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ કોઈ જંગથી ઓછી નથી. અહીં ગોવા ફેસ્ટ કાર્યક્રમમાં પહોંચેલા સેહવાગે રાજનીતિ સાથે જોડાયેલા સવાલોને નકારી દીધા હતા.

તેણે આ સાથે કોઈ પણનું નામ લીધા વગર તે વાત પર ભાર આપ્યો કે લોકોને તેવા નેતાની પસંદગી કરવી જોઈએ જે ઝડપથી નિર્મય લઈ શકે.  વિશ્વકપમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતના રમવા વિશે તેણે કહ્યું, આ મામલામાં બે વાતો પર ચર્ચાઓ થઈ રહી છે.

શું પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ થવું જોઈએ કે નહીં અને શું આપણે પાકિસ્તાન વિરુદ્ધ રમવું જોઈએ. ત્યારબાદ તેણે કહ્યું કે આપણે તે કરવું જોઈએ જે દેશના હિતમાં હોય. જ્યારે ભારત પાકિસ્તાન વિરુદ્ધ રમે છે તો તે કોઈ જંગ કરતાં ઓછી નથી. આપણે જંગ જીતવો જોઈએ, હારવો જોઈએ નહીં.

You might also like