આગામી વર્ષના અંત સુધીમાં ભારતમાં 5G ટેકનોલોજીનો અારંભ થઈ જશે

નવી દિલ્હી: ટેક્નોલોજીના ચાહકો માટે એક સારા સમાચાર છે. ભારત ટેલિકોમ ક્ષેત્રે જે રીતે હરણફાળ ભરી રહ્યું છે અને લોકોનો ક્રેઝ જોઈને નજીકના ભવિષ્યમાં જ ઘણા પરિવર્તનો જોવા મળશે.  ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે ૪-જી ટેકનોલોજી શરૂ થયા બાદ હવે ર૦૧૮ના અંત સુધીમાં દેશમાં પ-જી ટેકનોલોજીનો આરંભ થઇ શકે તેવી સંભાવના છે.

ચીનમાં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્ર સાથે સંકળાયેલી મોટી કંપની હુઆવેએ જણાવ્યું હતું કે ભારતની ટેલિકોમ કંપનીઅો સાથે આ નવી ટેકનોલોજી શરૂ કરવા અંગે હાલ વાતચીત ચાલી રહી છે. તેને ધ્યાનમાં લેતા આ નવી ટેકનોલોજી આગામી વર્ષના અંત સુધીમાં ભારતના કરોડો ગ્રાહકોને મળી શકશે.

કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે આ અંગે ભારતીય દૂરસંચાર ઓપરેટર સાથે હાલ ચીનના પ્રતિનિધિઓ ચર્ચા કરી રહ્યા છે. જે આ નવી ટેકનોલોજી કયારથી શરૂ કરવી તે અંગે આખરી નિર્ણયના તબક્કે આવી ગયા છે. એક અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર ચીનની આ કંપનીના સિનિયર સોલ્યુશન ડાયરેકટર રાધેશ્યામ શારદાએ જણાવ્યું કે ભારતમાં જે રીતે ૪-જી ટેકનોલોજીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેને ધ્યાનમાં લઇને હવે મોબાઇલ સેવાને વધુ આધુનિક બનાવવા ચીનની કંપની પ-જી ટેકનોલોજી શરૂ કરવા માટે આગળ આવી છે.

આ નવી સેવાથી ભારતની અનેક મલ્ટિનેશનલ કંપનીઓ તેમજ કરોડો ગ્રાહકોને તેની સેવા મળતી થઇ જશે જેમાં કોલિંગ તેમજ અન્ય ફીચર્સની વિશેષ સેવા ઉપલબ્ધ બનશે.
http://sambhaavnews.com/

You might also like