ભારતની વરવી વાસ્તવિકતા : ગુલામીનાં સૂચકાંકમાં ભારત સૌથી ઉપર

મેલબોર્ન: ભારતમાં મજુરી, વેશ્યાવૃતી અને ભીખ જેવી આધુનિક ગુલામીનાં શિકંજામાં એક કરોડ 83 લાખ 50 હજાર લોકો જકડાયેલા છે અને આ પ્રકારે દુનિયામાં આધુનિક ગુલામીથી પીડિતોની સૌથી વધારે સંખ્યા ભારતમાં છે. દુનિયાભરમાં આ પ્રકારનાં ગુલામોની સંખ્યા વધીને લગભગ 4 કરોડ 60 લાખ છે. ઓસ્ટ્રેલિયા આધારિત માનવાધિકાર સમૂહ વોકફ્રી ફાઉન્ડેશનની તરફથી આજે બહાર પડાયેલા ગુલામીનાં સુચકાંક 2016માં ભારત પહેલા નંબર પર રહ્યું હતું.

આ સુચકાંક અનુસાર મહિલા અને અને બાળકો સહિત 4 કરોડ 58 લાખ લોકો આધુનિક ગુલામીમાં જકડાયેલા છે. બે વર્ષ પહેલા 2014માં આ પ્રમાણ 3 કરોડ 58 લાખ હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં આધુનિક ગુલામીનું પ્રમાણ સૌથી વધારે છે. એક અબજ 30 કરોડ લોકોની વસ્તીમાંથી 1 કરોડ 83 લાખ 50 હજાર લોકો ગુલામી કરી રહ્યા છે. ઉતર કોરિયામાં તેની વ્યાપકતા સૌથી વધારે છે. ત્યાંની વસ્તીનાં 4.73 ટકા લોકો આધુનિક ગુલામી કરે છે. વર્ષ 2014નાં ગત્ત રિપોર્ટમાં ભારતમાં આધુનિક ગુલામીમાં જકડાયેલા લોકો 1 કરોડ 43 લાખ જણાવાઇ રહી છે.

સૂચકાંક અનુસાર આ પાંચ દેશોમાં કુલ 2 કરોડ 66 લાખ લોકો ગુલામીમાં બંધાયેલા છે. જે દુનિયાનાં કુલ આધુનિક ગુલામોનાં 58 ટકા છે. સુચકાંકમાં વસ્તીનાં પ્રમાણમાં ગુલામીનું પ્રમાણ આધાર પર 167 દેશોને ક્રમબદ્ધ રીતે ગોઠવવામાં આવ્યા છે. આધુનિક ગુલામીમાં બાકીનાઓ તેની પરિસ્થિતીનાં આધાર પર ગોઠવાયા છે. જેમાં ધમકી,હિંસા, જોર જબરદસ્તી, તાકાતનો દૂરૂપયોગ અથવા છળ કપડનાં કારણે લોકો આ વિષચ્ક્રમાંથી બહાર નથી આવી શકતા.

સંશોધનમાં 25 દેશોમાં 53 ભાષાઓમાં આયોજીત 42 હજાર કરતા પણ વધારે ઇન્ટરવ્યુનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ભારતમાં 15 રાજ્ય સ્તરીય સર્વેક્ષણનો પણ સમાવેશ થાય છે. આ પ્રતિનિધિઓ મૂલક સર્વેક્ષણ વર્તુમાં વૈશ્વિક વસ્તીનાં 44 ટકા લોકો સમેટાયેલા છે.

You might also like