ત્રીજા દિવસે અશ્વિન-જાડેજા ત્રાટક્યા, કિવીની ટીમ 262 રનમાં ઓલઆઉટ

કાનપુરઃ કાનપૂર ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અશ્વિન અને જાડેજાની ઘાતક બોલિંગ સામે કિવિ બેટસમેનો નિષ્ફળ રહ્યા હતા. બંને બોલરની સામે ન્યૂઝીલેન્ડની પુરી ટીમ 262 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે ભારતે પ્રથમ ઇનિંગ્સના સહારે 58 રનની લીડ મેળવી હતી. ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 318 રન બનાવ્યા હતા. ભારતે બીજી ઇનિંગ્સમાં મક્કમ શરૂઆત કરી હતી. ભારત તરફથી જાડેજાએ 73 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી જ્યારે અશ્વિને 93 રન આપી ચાર વિકેટ ઝડપી હતી.

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે અહીં રમાઈ રહેલી શ્રેણીની ઐતિહાસિક પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે મજબૂત સ્થિતિમાં જણાતી ન્યૂઝીલેન્ડની ટીમ અચાનક દબાણમાં આવી ગઈ છે, કારણ કે ભારતીય સ્પિનર અશ્વિન અને જાડેજા સવારના સત્રમાં જ ત્રાટક્યા હતા અને ન્યૂઝીલેન્ડના ત્રણ બેટ્સમેનને પેવેલિયન ભેગા કરી દીધા હતા. ગઈ કાલના અણનમ બેટ્સમેન લાથમ અને વિલિયમ્સને આજે આગળ રમવાનું શરૂ કર્યું હતું. ન્યૂઝીલેન્ડનો સ્કોર જ્યારે ૧૫૯ રન હતો ત્યારે અશ્વિન ત્રાટક્યો હતો અને તેણે લાથમને ૫૮ રને એલબી આઉટ કર્યો હતો.

વિલિયમ્સન સાથે જોડાવા માટે ટેલર મેદાનમાં ઊતર્યો હતો, પરંતુ તે ખાતું પણ ખોલએ પહેલાં જાડેજાએ તેને શૂન્ય રને પેવેલિયન ભેગો કરી દીધો હતો. ત્યાર બાદ ગઈ કાલથી ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સને સંભાળી રહેલા વિલિયમ્સનની વિકેટ કુલ ૧૭૦ રનના સ્કોર પર પડી હતી. વિલિયમ્સન જ્યારે ૭૫ રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે અશ્વિને તેને બોલ્ડ આઉટ કર્યો હતો. આમ સતત ત્રણ વિકેટ પડી જતાં ન્યૂઝીલેન્ડની ટીમ દબાણમાં આવી ગઈ હતી.

છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર ચાર વિકેટે ૧૯૭ રન છે. રોંચી ૨૪ રને અને સેન્ટનર નવ રને બેટિંગ કરી રહ્યા છે. કાનપુર ટેસ્ટનો આજનો દિવસ બંને ટીમ માટે મહત્ત્વનો બની રહેવાનો છે. ટીમ ઇન્ડિયાની કોશિશ રહેશે કે કોઈ પણ રીતે કિવી બેટ્સમેનને આઉટ કરે અને મુકાબલામાં પોતાની પકડને મજબૂત બનાવે. જ્યારે બીજી તરફ કિવી બેટ્સમેનોની કોશિશ રહેશે જેમ બને તેમ મોટો સ્કોર નોંધાવીને ભારત પર દબાણ લાવે. ભારતીય ટીમને ૫૦૦મા ઐતિહાસિક મુકાબલાને જીતવા માટે બોલર્સે કોઈ પણ સંજોગોમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે.

You might also like