કોલકાતા ટેસ્ટના પાંચ હીરો

કોલકાતાઃ ભારતીય ટીમ જશ્ન મનાવી રહી છે. આ ખુશી ન્યૂઝીલેન્ડ સામે જીતથી વધુ આઇસીસી રેન્કિંગમાં પાકિસ્તાનને પછાડી નંબર વનનું સ્થાન હાંસલ કરવાની વધુ છે. કોલકાતા ટેસ્ટમાં ભારતીય ખેલાડીઓએ જબરદસ્ત રમતનું પ્રદર્શન કર્યું.

રિદ્ધિમાન સાહાઃ કોલકાતાનો હીરો
રિદ્ધિમાન સાહા કોલકાતા ટેસ્ટ મેચનો અસલી હીરો રહ્યો. તેણે બંને ઇનિંગ્સમાં અર્ધસદી ફટકારી અને બંને વાર તે અણનમ રહ્યો. પહેલી ઇનિંગ્સમાં તેણે ૫૪ અને બીજી ઇનિંગ્સમાં બહુમૂલ્ય ૫૮ રન બનાવ્યા. આ પ્રદર્શન બદલ સાહાને મેન ઓફ ધ મેચના પુરસ્કારથી નવાજવામાં આવ્યો.

પૂજારાનું પરાક્રમઃ
કોલકાતા ટેસ્ટ મેચની પહેલી ઇનિંગ્સમાં ચેતેશ્વર પૂજારાએ ટીમ ઇન્ડિયાની લાજ બચાવી. પહેલી ઇનિંગ્સમાં ભારતની ત્રણ વિકેટ માત્ર ૪૬ રનમાં જ પડી ગઈ હતી, પરંતુ પૂજારાએ પોતાની શાનદાર ઇનિંગ્સની મદદથી ટીમ ઇન્ડિયાને મુશ્કેલીમાં બહાર કાઢી. તેણે શાનદાર ૮૭ રન બનાવ્યા. પૂજારા અત્યાર સુધી બે ટેસ્ટ મેચની ચાર ઇનિંગ્સમાં ૫૭.૭૫ની સરેરાશથી ૨૩૧ રન બનાવી ચૂક્યો છે, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર ૮૭ રન છે.

રોહિત શર્માની શાનદાર ઇનિંગ્સઃ
રોહિત શર્માએ પોતાના ટીકાકારોને જબરદસ્ત જવાબ આપ્યો છે. કોલકાતા ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં તેણે મુશ્કેલ વિકેટ પર ૮૨ રનની ઇનિંગ્સ રમી. રોહિતે અત્યાર સુધી બે ટેસ્ટની ચાર ઇનિંગ્સમાં ૬૨.૩૩ની સરેરાશથી ૧૮૭ રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર ૮૨ રનનો છે.

અશ્વિને ૧૪ વિકેટ ઝડપીઃ
આર. અશ્વિન પોતાની બોલિંગથી સતત કમાલ કરી રહ્યો છે. તે અત્યાર સુધી રમાયેલી બે ટેસ્ટ મેચની ચાર ઇનિંગ્સમાં ૩.૨૨ના ઇકોનોમી રેટ સાથે ૧૪ વિકેટ ઝડપી ચૂક્યો છે. કોલકાતા ટેસ્ટમાં તેણે ચાર વિકેટ ઝડપી.

જાડેજાની શાનદાર બોલિંગઃ
રવીન્દ્ર જાડેજા ઈડન ગાર્ડન્સમાં પોતાના બેટથી તો કોઈ ખાસ કમાલ કરી શક્યો નહીં, પરંતુ પોતાની બોલિંગથી તેણે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને બહુ જ પરેશાન કર્યા હતા. રવીન્દ્ર જાડેજા અત્યાર સુધી બે ટેસ્ટ મેચની ચાર ઇનિંગ્સમાં ૧૦ વિકેટ ઝડપી ચૂક્યો છે. કોલકાતા ટેસ્ટમાં તેણે કુલ ચાર વિકેટ ઝડપી.

ભુવનેશ્વરે ન્યૂઝીલેન્ડની કમર તોડી નાખીઃ
કોલકાતા ટેસ્ટ મેચની પહેલી ઇનિંગ્સમાં ફાસ્ટ બોલર ભુવનેશ્વરકુમારે ન્યૂઝીલેન્ડની કમર તોડી નાખી હતી. તેણે પહેલી ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી અને ભારતીય ટીમને મહત્ત્વપૂર્ણ સરસાઈ મેળવવામાં મોટો રોલ િનભાવ્યો. આ ઉપરાંત બેટિંગમાં તેણે કીમતી ૨૩ રનનું યોગદાન પણ આપ્યું હતું.

You might also like