ભારત-નેપાળ સીમા ૧૦૦ દિવસથી ઠપ્પ

નવી દિલ્હી : નેપાળના નવા બંધારણના વિરોધમાં ત્યાંના અનેક વિસ્તારોમાં શરૃ થયેલા હિંસક આંદોલને ૧૦૦ દિવસ પૂરા કરી લીધા છે. આ હિંસક આંદોલનમાં અત્યાર સુધીમાં પ૦ લોકોનાં મોત થયા છે અને અનેકને ઇજા થઇ છે. ત્યાં નવેસરથી હિંસા થઇ હોવાના અહેવાલ છે. બે મહિનાથી માર્ગ બંધ થવાથી ભારતથી નેપાળ જતી જરૃરી ચીજ-વસ્તુઓની સપ્લાય ઠપ્પ થઇ ગઇ છે. તેને કારણે ઇંધણ અને દવાઓ જેવી જરૃરી ચીજોની નેપાળમાં અછત થઇ છે. સરકારે આંદોલનકારી સાથે વાતચીત કરી છે પરંતુ કોઇ ઉકેલ આવ્યો નથી. હજારો ટ્રકો ફસાઇ ગયા છે.

You might also like