પાકિસ્તાનને આતંકનો જવાબ ‘સિધૂં નદીના પાણી’થી આપશે ભારત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારના 330 મેગાવૉટની ક્ષમતાવાળા કિશનગંગા જળવિદ્યુત પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યુ હતુ, સાથે જ કિશ્તવાર જિલ્લામાં 1000 મેગાવૉટની પાલક દુલ વિદ્યુત યોજનાનું ખાતમૂહુર્ત કર્યુ. આ બંને યોજનાને કેન્દ્રનો પાકિસ્તાનને જવાબ માનવામાં આવે છે. પાકિસ્તાનની આતંકવાદ પ્રેરીત અને પોષિત કરવાની નીતિ સામે પાણી દ્વારા પાકિસ્તાન પર દબાણ લાવવાની રણનીતિનો આ એક ભાગ છે. પાકિસ્તાન સાથેની 1960ની સિંધુ જળ સમજૂતી અંતર્ગત ભારતના ભાગે આવતું પાણી પૂરેપુરું વાપરવાની કેન્દ્રની નીતિ છે. જેના કારણે પાકિસ્તાન માટે પોતાના ઘરઆંગણે જળસંકંટ ઉભુ થઈ શકે છે.

સિંધુ નદીના પાણીનો વધારેને વધારે ઉપયોગ કરવાનો નિર્ણય સપ્ટેમ્બર 2016માં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ઉડી કેમ્પ હુમલા વખતે લેવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ તે સમયે સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે આતંકવાદ બંધ કરો અથવા ભારતની ઉદારતાથી મળતા વધારાના પાણીથી હાથ ધોવાનો વારો આવશે.

કેન્દ્રના આ નિર્ણય બાદ તરત જ તેના પર અમલ કરતા સાવલકોટ ખાતે ચિનાબ અને તેની સહાયક નદી પર બની રહેલા 1856 મેગાવૉટ અને પાકલ દુલમાં 1000 મેગાવૉટ અને બરસારમાં 800 મેગાવૉટના પ્લાન્ટના કામમાં ઝડપ વધારવામાં આવી.

પાકિસ્તાનનમી પાણીની અછત પાછલા થોડા વર્ષોમાં સૌથી મોટો આંતરિક મુદ્દો બની ગયો છે. ગ્લોબલ વૉર્મિંગ, જૂની ખેત પદ્ઘતિ અને વસ્તી વિસ્ફોટના કારણે પાકિસ્તાનમાં જળસંકટ વધી રહ્યુ છે. ભારત પાકિસ્તાનની જીવાદોરી ગણાતી સિંધુ નદીના પાણીને કંટ્રોલ કરીને પાક પ્રેરિત આતંકવાદ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરશે.

સિંધૂ નદી પર જે પ્રોજેક્ટ્સ પર કામ શરૂ થવાનું છે, તેને મંજૂર તો દાયકાઓ પહેલા કરી દેવામાં આવ્યા હતા. જોકે આશ્ચર્યજનક રીતે આટલા વર્ષો સુધી તેમાં એક ઇંટનું પણ કામ કરવામાં આવ્યું નથી. જેની પાછળા કેટલાક પ્રોજેક્ટ કાયદાકીય અડચણમાં ફસાઈ ગયા છે તો કેટલાક ઢીલી નીતિના કારમે ખોરંભે ચડી ગયા છે. 2017માં કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ ખાસ પર્યાવરણ સમિતિ દ્વારા આ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી દીધા બાદ લગભગ તમામ કાયદાકીય અડચણો પણ દૂર થઈ ગઈ છે.

You might also like