ચીન અને પાકિસ્તાનને મળશે આકરો જવાબ, રૂસની મદદથી ‘સુપર સુખોઇ’ બનાવશે ભારત

નવી દિલ્હી: દુશ્મનોને ધૂળ ચટાડવા માટે ભારતીય વાયુસેનાના બેડામાં ટૂંક સમયમાં ‘સુપર સુખોઇ’ સામેલ થશે. ભારત રૂસની સાથે આ અટકાયેલા પ્રોજેક્ટ પર વાતચીત આગળ વધારવાની તૈયારીમાં છે. તેના હેઠળ ભારત 5મી જનરેશન માટે લડાકૂ વિમાનો અને સુખોઇ જેટ (30MKI)ને સુપરમાં બદલવા માટે રૂસ સાથે કરાર કરશે.

બીજી તરફ ભારત અને ફ્રાંસ વચ્ચે હવે ટૂંક સમયમાં ગોળીબારી કરનાર 36 જેટ માટે લગભગ લગભગ 7.8 બિલિયન યૂરોની ડીલ કરવા જઇ રહ્યું છે, પરંતુ રક્ષા મંત્રાલયનું માનવું છે કે દેશની અભેદ સુરક્ષા માટે 36 લડાકૂ વિમાન પુરતા નથી. ભારતીય વાયુસેનાની પાસે અત્યારે 33 લડાકૂ વિમાન હતા, જ્યારે તેમાંથી 11 એકદમ જૂના થઇ ચૂક્યા છે. મિગ-21 અને મિગ-27 હવે રિયાટર થવાની અણીએ છે.

મેડ ઇન ઇન્ડીયા ટેગની સાથે લોન્ચ થશે વિમાન
અંગ્રેજી સમાચાર પત્ર ‘ટાઇમ્સ ઓફ ઇન્ડીયા’ના અનુસાર ચીન અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવા માટે ઓછામાં ઓછા 42 લડાકૂ વિમાનોની જરૂરીયાત છે. હિન્દુસ્તાન આકાશમાં પોતાની ક્ષમતાને વધારવાને લઇને સતત પ્રયત્ન કરી રહ્યું છે. તેજસ બાદ હવે દેશમાં બીજા લડાકૂ વિમાનો પણ લોન્ચ કરવાની તૈયારી છે. એવમાં અમેરિકન એફ એ-18ની સાથે સ્વિડીશ ગ્રિપન ઇને ભારતમાં બનાવવાની તૈયારી છે. એટલે કે તેમને મેડ ઇન ઇન્ડીયા ટેગની સાથે લોન્ચ કરવામાં આવશે.

2007માં થયો હતો સોદો
સમાચાર પત્રોના સૂત્રોના હવાલેથી લખવામાં આવ્યું છે કે અત્યારે ભારત લડાકૂ વિમાનોની ટેક્નોલોજી અને કીંમત સંબંધી મુદ્દા સાથે લડવાની તૈયારી કરી રહ્યું છે. રૂસ પણ ભારતીય વાયુસેનાના પાયલોટને પ્રોટોટાઇપ ઉડાડવાની પરવાનગી આપવા માટે તૈયાર છે. ભારત અને રૂસ વચ્ચે સૌથી પહેલાં 2007માં લડાકૂ વિમાનોની પ્રાથમિક ડિઝાઇન માટે 295 મિલિયન ડોલરનો સોદો થયો હતો. બાદમાં તેને 2010 માટે વધારવામાં આવ્યો હતો.

ભારત હવે 5મી જનરેશનના ફાઇટર પ્લેનના નિર્માણને લઇને તૈયારીમાં છે. આ ડિઝાઇન કોન્ટ્રાક્ટના લગભગ છ વર્ષ બાદ ભારત અને રૂસ હવે પ્રોટોટાઇપ ડેવલોપમેંટ, ટેસ્ટિંગ અને ઇંફ્રાસ્ટ્રકચર બનાવવા માટે લગભગ 4 બિલિયન ડોલરની ડીલ કરવા જઇ રહી છે. આ એક સિંગલ સીટ લડાકૂ વિમાન હશે. એવામાં 127 વિમાન બનાવવા માટે લગભગ 25 બિલિયન ડોલરનો ખર્ચ આવશે.

ભારત અને રૂસ મળીને કરશે કામ
રક્ષા મંત્રી મનોહર પર્રિકરે જણાવ્યું હતું કે દેશ માટે સુખોઇની ઉપયોગિતા 60 ટકા સુધી વધી ગઇ છે, જ્યારે આ પહેલાં 46 ટકા હતી. તેમણે કહ્યું કે ‘અમારું લક્ષ્ય તેની ઉપયોગિતાને 75 ટકા સુધી કરવાનું છે.’ સુખોઇને સારું બનાવવા માટે રૂસ, હિંદુસ્તાન એરોનોટિક્સ અને ભારતીય વાયુસેના મળીને કામ કરશે. બધા મળીને સુપર સુખોઇ બનાવશે.

સુપર સુખોઇમાં એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે રડાર અને લોન્ગ રેંજ સ્ટેન્ડ ઓફ મિસાઇલ જેવી એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. તેના માટે ટેક્નોલોજી જરૂરિયાતોને આ વર્ષના અંત સુધી પુરી કરવામાં આવશે.

You might also like