આ છે ભારતની સૌથી મોંધી હોટલ, રૂમનું ભાડું જાણીને ઊડી જશે હોશ!

દુનિયાભરમાં ગણી બધી હોટલ્સ છે જે પોતાની અનોખી ડિઝાઇન અને ખૂબસૂરતીના કારણે જાણીતી છે. આજે અમે તમને એક એવી હોટલ માટે કહેવા જઇ રહ્યા છીએ જેની ગણતરી ભારતની સૌથી મોંધી હોટલમાં કરવામાં આવે છે. જયપુરમાં સ્થિત રામબાગ પેલેસ દેશની સૌથી મોંઘી હોટલ છે.

jaipur-3

જયપુર જેવી ખૂબસુંદર જગ્યા પર બનેલી આ હોટલના રૂમનું ભાડું સાંભળીને તમે પણ હેરાન થઇ જશો. આ હોટલમાં ગ્રાન્ડ પ્રેસિડેન્શિયલ વન બેડરૂમ સુઇટ સૌથી મોંઘો સુઇટ છે. એમાં બે સુટ છે સુખ નિવાસ અને સૂર્યવંશી નિવાસ. એમાં એક કિંગ સાઇઝ બેડ મૂકવામાં આવ્યો છે. આ સુટનો ભાવ સાંભળીને તમારા હોશ ઊડી જશે. તમને જણાવી દઇએ કે આ સુટનો ભાવ છે 11 લાખ રૂપિયા. આ સુટની ખાસ વાત એ છે કે આ સિંગલ બેડરૂમ સુટને 2,3 અને 4 બેડરૂમ સુટમાં બદલી શકાય છે. સુટમાં બનેલી આર્ચ્ડ ફ્રાન્સ વિન્ડોથી મુગલ ગાર્ડન્સ, નાહરગઢ ફોર્ટ અને અરાવલી પહાડોનો નજારો જોવા મળે છે.

jaipur-2

આ હોટલમાં બનેલા અન્ય રૂમના ભાડા પણ લાખોમાં છે. સમય અનુસાર આ રૂમ્સના ભાવ બદલાતા રહે છે. પહેલા અહીંયા એક બાગ રહેતો હતો જે હવે રામબાગના નામથી ઓળખાય છે. અંદરથી આ હોટલ ખૂબજ જોરદાર દેખાય છે. આ હોટલ માત્ર ભારતની નહીં પરંતુ દેશની સૌથી મોંઘી અને લક્ઝરી હોટલમાં ગણતરી થાય છે.

jaipur-4

You might also like