Categories: India

ભારત અને પાકિસ્તાન વિદેશ સચિવોની બેઠક પર આવતીકાલે થશે ફેંસલો

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાનના વિદેશ સચિવોની બેઠક યોજાશે કે નહી, તેને લઇને સ્થિત ગુરૂવાર સુધી સ્પષ્ટ થઇ જશે. આ બેઠક 15 જાન્યુઆરીના રોજ થવાની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકની આ તારીખ પાકિસાન દ્વારા આપવામાં આવી છે, જેને અત્યાર સુધી ભારતની સહમતિ મળી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને પઠાણકોટ હુમલામાં ભારત દ્વારા આપવામાં આવેલા બધાને અપૂરતી ગણાવતાં  હુમલામાં જૈશ-એ-મોહંમદની ભૂમિકાને નકારી કાઢી છે. હવે પાકિસ્તાને નક્કર પુરાવા તરીકે ભારત પાસે બાયોમેટ્રિક્સ એટલે કે ફિંગર પ્રિન્ટ્સ,, અવાજના નમૂના, આતંકવાદીઓના ફોટા માંગ્યા છે.

પાકિસ્તાનના આ વલણ પર ભારતે પડોશી દેશ પર આંતરરાષ્ટ્રીય દબાણ બનાવવાનું મન બનાવી લીધું છે. જો કે હવે બધા પુરાવા ઇન્ટરપોલના માધ્યમથી આપવામાં આવશે જેથી પાકિસ્તાન નકારી ન શકે. પરંતુ સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત હજુપણ પાકિસ્તાન પર વિશ્વાસ કરવાની સ્થિતિમાં નથી.

સરકારના આંતરિક સૂત્રોના અનુસાર ભારત સરકારને એ ડર છે કે જો પાકિસ્તાનને વિશ્વાસમાં લીધા વિના કોઇ પણ નિર્ણય લીધો તો વાતચીત પર પૂરી પ્રક્રિયા ખતમ થઇ જશે. કારણ કે પાકિસ્તાન ફરીથી આરોપ લગાવશે કે અમે કાર્યવાહી કરી રહ્યાં હતા પરંતુ ભારતે વાતચીત તોડી નાખી.

મળતી માહિતી અનુસાર પઠાણકોટ એરફોર્સ એરબેસ પર થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનના વલણને જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બંને દેશો થનારી 15 જાન્યુઆરીના રોજ ઇસ્લામાબાદમાં થનારી વિદેશ સચિવ સ્તરની વાતચીતને થોડા સમય માટે રદ કરવાનો અથવા ન કરવાનો નિર્ણય લઇ શકે છે.

admin

Recent Posts

Vibrant Gujarat: એક અનોખુ મોડલ, ઘર બેઠા મળશે 50 ટકા સસ્તા ફળ, 10 હજારને મળશે રોજગારી

અમદાવાદમાં રહેનારાઓ માટે આવ્યાં છે ખુશખબર. જો તમે ઓછી કિંમતમાં તાજા ફળ ખાવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા જલ્દીથી…

11 hours ago

રખિયાલમાંથી બાળકીનું અપહરણઃ આરોપી ગણતરીની મિનિટોમાં પકડાયો

અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં ગઇ કાલે મોડી રાત્રે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને એક પરપ્રાંતીય યુવક ફરાર થઇ જતાં સમગ્ર…

11 hours ago

રાહુલ ગાંધી 15મી ફેબ્રુઆરી આસપાસ ગુજરાત આવે તેવી શક્યતા

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૧પ ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો…

12 hours ago

આજે અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ: ઘેર ઘેર દીવા પ્રગટાવી વધામણાં

અમદાવાદ: આજે પોષી પૂનમ છે હિંદુ પંચાંગ અનુસાર બાર મહિનાની પૂનમમાં પોષ માસની પૂર્ણિમા વિશેષ મહત્ત્વની છે. સોમવારે કર્ક રાશિનો…

12 hours ago

ભારે ધસારાના પગલે ફ્લાવર શોની મુદત ચાર દિવસ લંબાવાય તેવી શક્યતા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાતમા ફ્લાવર શોનું ગત તા.૧૬ જાન્યુઆરીથી આયોજન કરાયું છે. આ વખતે પુખ્તો…

12 hours ago

પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી

નવી દિલ્હી: રૂ.૧૩,પ૦૦ કરોડના પીએનબી કૌભાંડમાં સરકાર માટે માઠા સમાચાર છે. આ કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી…

12 hours ago