ભારત અને મલેશિયા વચ્ચે 3 કરાર : રજ્જાકે મોદીને ગણાવ્યા મેન ઓફ એક્શન

કુઆલાલંપુર : ભારત અને મલેશિયામાં સાઇબર સુરક્ષા, સંસ્કૃતીઆદાન પ્રદાનનાં ક્ષેત્રમાં ત્રણ કરાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મલેશિયાનાં વડાપ્રધાન દાતો સિરી નજીત તુન રજાકની વચ્ચે સોમવારે દ્વિપક્ષીય બેઠકમાં આ કરારો થયા હતા. જેમાં આતંકવાદ અને ગ્લોબલવોર્મિંગ પરિવર્તનનાં પડકારોને પહોંચીવળવા માટે સંયુક્ત કામગીરી કરવાની હાકલ કરી હતી. બેઠક બાદની સંયુક્ત પત્રકાર પરિષદમાં મોદીએ જણાવ્યું કે ધર્મ અને સંસ્કૃતીનાં મુલ્યોપર આધારિત અમારા સંબંધો લોકશાહી અને વિવિધતમાં પરિભાષીત થયા છે. અમે એક ગતિશીલ આર્થિક ભાગીદારી સ્થાપિત રકી છે. બંન્ને દેશ આ ભાગીદારીને નવી ગતિપ્રદાન કરવા માટે નવસ્ફૂર્તિથી કામ કરશે.
રજાકે મોદીને મેન ઓફ એક્શન જણાવતા કહ્યું કે મલેશિયા પણ ભારતની સાથે પોતાના વિવિધ આયામી સંબંધોને વધારે પ્રગાઢ બનાવવાની ઇચ્છા રાખે છે. તેમણે કહ્યું કે તેની અપાર સંભાવના છે. મોદીએ સુરક્ષા અને સહયોગ માટે મલેશિયાની સરાહનાં કરી હતી. અમે આ ક્ષેત્રમાં અમારા સહયોગની તરફ સંબંધો વધારે પ્રગાઢ બનાવીશું. તેમણે વિશ્વનાં અનેક દેશોમાં આતંકવાદી ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ વાતથી આતંકવાદ વિશ્વભર માટે ખતરો હોવાની વાત સ્પષ્ટ થઇ ચુકી છે.

You might also like