પર્યાવરણનો નાશ કરવામાં ભારત પણ જવાબદારઃ મેનકા ગાંધી

નવી દિલ્હી: મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીઅે જણાવ્યું હતું કે જલ વાયુ પરિવર્તન બાબતે આપણે માત્ર પશ્વિ‌મી દેશોને જ જવાબદાર ગણી ન શકીઅે. પર્યવરણનો નાશ કરવામાં ભારત પણ મુખ્ય રીતે જવાબદાર છે.

આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે ભારત, ચીન અને બ્રાજિલ મિથેનના મુખ્ય ઉત્પાદક દેશ છે. તેમ છતાં આપણે આ બાબતે કંંઈ વિચારતા નથી. મેનકા ગાંધીઅે હાલમાં ચેન્નઈમાં ભારે વરસાદ અને પૂરની જે સ્થિતિ પેદા થઈ છે. તે બદલ ગ્લોબલ વોર્મિંગની અસરને જવાબદાર ગણાવી હતી. મેનકા ગાંધીઅે જલ વાયુ પરિવર્તનને મામલે સંબોધન કર્યું હતું.

તાજેતરમાં પેરિસમાં યોજાયેલી કલાઈમેટ ચેન્જ સમિટમાં વડા પ્રધાન મોદીઅે વૈશ્વિક મંચ પર જલ વાયુ પરિવર્તન મામલે વિકસીત દેશોને આડે હાથ લીધા હતા. ત્યારે મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીઅે આપેલાં આવાં નિવેદનથી વિરોધાભાસ જોવા મળે છે.

પેરિસમાં મોદીઅે પર્યાવરણ જાળવણીની જવાબદારીમાંથી વિકસીત દેશો તેમની જવાબદારીમાંથી છટકી ન શકે તેમ જણાવ્યું હતુ. તેમણે જણાવ્યું હતું કે વિકસીત દેશો જો કાર્બન ઉત્સર્જન ઘટાડવા વિકાસશીલ દેશો પર જ દબાણ કરતા રહેશે તો તે નૈતિક રીતે અયોગ્ય ગણાશે. બીજી તરફ તેમના જ અેક પ્રધાને તેમના કરતાં અલગ નિવેદન આપતાં િવરોધાભાસ જણાઈ રહ્યો છે.

You might also like