વોશિંગ્ટન: અમેરિકાના પ્રવાસે ગયેલા નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવા દો, ખબર પડી જશે કે લોકો કોની સાથે છે. નાણામંત્રીએ સાથે જ કહ્યું કે જેવું નોટબંધી બાદ થયેલી યૂપી વિધાનસભા ચૂંટણીમાં જે થયું એ આપણે બધાએ જોયું.
જેટલીના આ પગલાના આલોચના કરી રહેલ કોંગ્રેસ પર પણ નિશાન તાકતા કહ્યુ હતુ કે કોંગ્રેસ શાસિત દરેક રાજ્યોના નાણાંમંત્રીઓએ પણ જીએસટીને સમર્થન આપ્યુ હતુ. પરંતુ પાર્ટી દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વિદેશ પ્રવાસે ગયેલા અરૂણ જેટલીને H1B વિઝા મુદ્દે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે H1B વિઝા પર આવવા વાળા ભારતીય એદકમ યોગ્ય જ હોય છે. જે અમેરિકાની અર્થવ્યવસ્થામાં યોગદાન આપે છે. એટલે અમેરિકન સરકારે તેમની ચિંતા કરવી જોઇએ. તેમણે વધુમાં એમ પણ જણાવ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમેરિકાનો પ્રવાસ પણ એકદમ સરસ રહ્યો,જેના કારણે બંને દેશોની રણનૈતિક ભાગીદારી વધુ મજબુત બનશે.