શ્રીલંકાની સામે ભારતનો 5 વિકેટે શરમજનક પરાજય

પુણે :પહેલા ટોસ જીતીને બોલિંગ પસંદ કરનારી શ્રીલંકન ટીમનો ભવ્ય વિજય થયો છે. 102નો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે ઉતરેલી શ્રીલંકન ટીમે લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો અને 5 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો. શ્રીલંકાનાં યુવા ખેલાડીઓએ ભારતીય સિંહોનાં ઝડબા ફાડી નાખ્યા હતા. ભારતનાં તમામ શેરોને ઘર આંગણાનાં મેદાનમાં જ 18.5 ઓવરમાં માત્ર 101 રનનાં સ્કોર પર જ પેવેલિયન ભેગા કરી દીધા હતા. 102નાં લક્ષ્યાંકને પાર પાડવા માટે ઉતરેલી શ્રીલંકન ટીમે 18 ઓવરનાં અંતે લક્ષ્યાંક પાર પાડી દીધો હતો. આ સાથે જ સીરિઝમાં 1-0થી આગળ પણ નિકળી ગયું હતું.
રમવા માટે ઉતરેલી શ્રીલંકન ટીમની પહેલી બે વિકેટ અનુભવી ફાસ્ટ બોલર આશીષ નેહરા ઝડપી હતી. નેહરાએ પહેલી જ ઓવરમાં ડેબ્યૂ કરનારા ખેલાડી નિરોશન ડિકવેલા (4)ને પેવેલિયન ભેગો કર્યો હતો. તો બીજી વિકેટ તેણે રમતની પાંચમી ઓવરનાં બીઝઆ બોલમાં ઝડપી હતી. બીજા ઓપનર દનુષ્તા ગુણતાલિકા (9)ને ધવનનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યાર બાદ અશ્વિને કપૂગેદરા (25)ની વિકેટ ઝડપી હતી. કપૂગેદરા એલબીડબલ્યુ આઉટ થયો હતો અને શ્રીલંકાની ત્રીજી વિકેટ પડી હતી. શ્રીલંકાની ચોથી વિકેટ સુરેશ રૈનાએ લીધી હતી. રૈનાનાં બોલમાં ચાંદીમલ (35) રન બનાવી આઉટ થયો હતો. ત્યાર બાદ અશ્વિનનાં બોલમાં લેગ સાઇડ પર રૈનાએ અદ્ભુત કેચ પકડ્યો અને શ્રીલંકાની પાંચમી વિકેટ પડી હતી. પાંચમી વિકેટ દસુન શનાકા (3)નાં સ્વરૂપે પડી હતી. જો કે ભારત દ્વારા ભરપુર પ્રયાસો છતા પણ શ્રીલંકાએ 18 ઓવરમાં જ લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો અને મેચ 5 વિકેટ જીતી લીધી હતી.

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ ટી-20 મેચોની સીરીઝની પહેલીમેચ આજે પુણે ખાતે રમાઇ રહી છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. જેનાં પગલે ભારત બેટિંગ માટે ઉતર્યું હતું. શ્રીલંકાની ટીમનાં બોલરો ખાસ કરીને પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા કસુન રજિથા (3/29)નું પ્રદર્શન સારૂ રહ્યું હતું. શ્રીલંકાની બોલિંગ સામે ભારતીય ખેલાડીઓ ટકી શખ્યા નહોતા. ટી20 રેન્કિંગમાં નંબર ન ભારતીય ટીમ 18.5 ઓવરમાં જ 101 રનમાં ખડી પડી હતી.
ભારતને પહેલો ઝટકો રોહિત શર્મા તરીકે લાગ્યો હતો. રજિથાએ મેચનાં બીજા જ બોલમાં રોહિતનો કેચ ચિમારાનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ રજિથા માટે આંતરરાષ્ટ્રીરય કેરિયરમાં પહેલી મેચ છે.ત્યાર બાદ રજિથાએ તે જ ઓવરમાં રહાણે(4)ની વિકેટ પણ ઝડપી હતી. રહાણે ચંદીમાલનાં હાથે કેચ આઉટ થયો હતો. ત્યાર બાદ ત્રીજી વિકેટ ધવન (9)નાં સ્વરૂપે પડી હતી. ધવન પણ રજિથાનો જ શિકાર બન્યો હતો. ચોથી વિકેટ સુરેશ રૈના (20)નાં સ્વરૂપે પડી હતી. જે શનાકાનાં બોલમાં બોલ્ડ થયો હતો. તેની તરત પછી શનાકાનાં બોલમાં કેપ્ટન ધોની (2) પણ આઉટ થયો હતો. ધોનીનો કેચ કિપર ડિકવેલાએ ઝડપ્યો હતો. ત્યાર બાદ છઠ્ઠી વિકેટ યુવરાજ સિંહ (10) આઉટ થયો હતો. ચમીરાનાં બોલમાં યુવરાજ આઉટ થયો હતો. તે પછીની જ ઓવરમાં શનાકાએ હાર્દિક પંડ્યા (2)ને આઉટ કર્યો હતો. ભારતની આઠમી વિકેટ રવિન્દ્ર જાડેડા (6)નાં રૂપમાં પડી હતી. જેને સેનાનાયકેએ પેવેલિયન ભેગો કર્યો હતો. ત્યાર બાદ 19મી ઓવરનાં ચોથા અને પાંચમાં બોલમાં નેહરા (6) અને બુમરાહ (0)નાં સ્વરૂપે પડી હતી. જેનાં પગલે 18.5 ઓવરમાં જ વિશ્વની નંબર વન ટીમ પાટા પરથી ખડી પડી હતી.

You might also like