અબજો રૂપિયાના દેવામાં ડૂબેલી અગ્રણી કંપનીઓ

મુંબઇ: દેશમાં એક બાજુ ખેડૂતની લોન માફી યોજના કરાય તો કહેવાતા અર્થશાસ્ત્રીઓ સહિત બેન્કો પણ કાગારોળ મચાવી દેતા હોય છે, પરંતુ ખાનગી કંપની કરોડો રૂપિયાની લોનનાં દેવાંમાં ડૂબેલી છે અને જ્યારે આ નાણાં પાછાં આપવાનાં થાય છે ત્યારે ગલ્લાંતલ્લાં કરે છે. આવી દેવાંમાં ડૂબેલી કંપનીઓ લોનને કારણે જ બેન્કોની નોન પર્ફોર્મિંગ એસેટ ૩.૦૪ લાખ કરોડની સપાટીએ પહોંચી ગઇ છે. આ રકમ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવાતી એજ્યુકેશન બજેટની રકમ કરતાં ચાર ગણી થવા જાય છે. કંપનીઓ ઉપર નાણાં પાછાં વાળવાનું બેન્કોનું પ્રેશર વધે છે ત્યારે કંપનીઓ આવી લોનને વધુ કેટલોક સમય રાહત આપવાની તો કેટલીક લોનને પુનઃગઠન કરવાની માગ કરે છે.

ક્રેડિટ સૂઇસે માર્ચ ૨૦૧૫માં બેલેન્સશીટના આધારે કંપનીઓની એક સૂચિ ઓક્ટોબર ૨૦૧૫માં બહાર પાડી હતી, જેમાં દેશના દશ મોટા બાકીદારોનાં નામ છે.

અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રૂપઃ આ ગ્રૂપ પાવર, ઇન્શ્યોરન્સ, ટેલિકોમ અને એન્ટરટેઇન્મેન્ટ સેક્ટરમાં કામ કરે છે. માર્ચ ૨૦૧૫માં કંપનીએ બેલેન્સશીટમાં ૧.૨૫ લાખ કરોડનું નુકસાન દર્શાવ્યું છે.

જેપી ગ્રૂપઃ મનોજ ગૌરના જેપી ગ્રૂપ પર ૭૫,૧૬૩ કરોડનું દેવું છે.

વેદાન્તા ગ્રૂપઃ અનિલ અગ્રવાલની કંપની વેદાન્તા ગ્રૂપ પર ૧.૦૩ લાખ કરોડનું કર્જ છે.

આટલી રકમ સરકારને માર્ચ ૨૦૧૫માં સ્પેક્ટ્રમની લિલામી દરમિયાન મળી હતી.

અદાણી ગ્રૂપઃ અદાણી ગ્રૂપ પર ૯૬,૦૩૧ કરોડ રૂપિયા બાકી છે.

જેએસડબલ્યુ ગ્રૂપઃ સજ્જન જિંદલ આ ગ્રૂપના ચેરમેન છે. ક્રેડિટ સુઇસના રિપોર્ટ પ્રમાણે આ ગ્રૂપ પર ૫૮,૧૭૧ કરોડ બાકી છે.

એસ્સાર ગ્રૂપઃ રુઇયા બ્રધર્સનું એસ્સાર ગ્રૂપ ૨૫થી વધુ દેશોમાં કારોબાર કરે છે. આ ગ્રૂપની કંપની પર ૧.૦૧ લાખ કરોડનું દેવું છે.

જેએમઆર ગ્રૂપઃ આ ગ્રૂપ પર રૂ. ૪૭,૯૭૬ કરોડ રૂપિયાનું દેવું છે.

જીવીકે ગ્રૂપઃ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ સાથે સંકળાયેલ આ ગ્રૂપ પર રૂ. ૩૩,૯૩૩ કરોડનું દેવું છે.

લેન્કો ગ્રૂપઃ થર્મલ અને સોલાર પાવર ફોટો સંકળાયેલ આ ગ્રૂપ સામે રૂ. ૪૭,૧૦૨ કરોડ બાકી છે.

વીડિયોકોન ગ્રૂપઃ આ ગ્રૂપની કંપની પર રૂ. ૪૫,૪૦૫ કરોડ બાકી લેણાં છે.

You might also like