મહિલાઓ માટે આવી ગયો દેસી કોન્ડોમ, જાણો શું છે ખાસ?

નવી દિલ્હી: ભારતમાં પહેલીવાર સ્વનિર્મિત ફીમેલ કોન્ડોમ લોન્ચ કરવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ દિલ્હીમાં વેલવેટ કોન્ડોમને લોન્ચ કર્યો હતો. તેનું નિર્માણ એચએલએલ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. ભારતમાં બર્થ રેટ કંટ્રોલ કરવાના ઉદ્દેશ્યથી આ ખાસ કોન્ડોમ બનાવવામાં આવ્યો છે.

લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન સ્વાસ્થમંત્રીએ તેની ખાસિયત વિશે જણાવતાં કહ્યું કે મહિલા કોન્ડોમ સંપૂર્ણપણે સુરક્ષા પુરી પાડે છે અને મહિલાઓને સુરક્ષિત યૌન સંબંધ પર વધુ નિયંત્રણ પ્રદાન કરે છે. જેપી નડ્ડાના અનુસાર આ કોન્ડોમ મહિલાઓને સશક્ત બનાવે છે. આવો જાણીએ આ કોન્ડોમ સાથે જોડાયેલી ખાસ વાતો….

ખુલી ગયો દેશનો પ્રથમ કોન્ડોમ શોરૂમ જાણો શું છે ખાસિયત?

શું છે ખાસ
– આ કોન્ડોમ સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવ્યો છે.
– તેને સ્વદેશી રીતે વિકસિત પ્રાકૃતિક લેટેક્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
– આ ફીમેલ કોન્ડોમને એલએલએલ લિમિટેડ કંપનીએ તૈયાર કર્યો છે.
– એચએલએલના ‘વેલવેટ’ બ્રાંડવાળા મહિલા કોન્ડોમને તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશન દ્વારા માન્યતા પ્રાપ્ત કરી છે.
– આ કોન્ડોમ ગર્ભધારણ અને સંક્રમણ બંનેથી સુરક્ષા પુરી પાડે છે.
– વેલવેટને વિશ્વસ્તરીય ઉત્પાદન સુવિધા સાથે એચએલએલ દ્વારા વિકસાવવામાં અને તૈયાર કરવામાં આવ્યો છે.
– તેની ક્ષમતા દર વર્ષે અઢી કરોડ કોન્ડોમ બનાવવાની છે.

You might also like