ભારતની તાકાત વધી, બીજી સ્કોર્પિન ક્લાસ સબમરીન INS ખંડેરી લોન્ચ

મુંબઇઃ સ્કોર્પિન ક્લાસની બીજી સબમરીન INS ખંડેરીને ગુરૂવારે દરિયામાં ઉતારી દેવામાં આવી છે. તેનાથી ભારતની નૌ-સેનાની તાકત વધુ મજબુત બનશે. ડિસેમ્બર મહિના સુધી આ સબમરીન અનેક ટ્રાયલ્સ તથા ટેસ્ટ્સમાંથી પસાર કરવામાં આવશે.

આ પ્રસંગે રાજ્યકક્ષાના કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન સુભાષ ભામરે પણ હાજર રહ્યાં હતા. તેમણે કહ્યું હતું કે, ટૂંક સમયમાં મઝગાંવ ડોક્સ લિમિટેડ અન્ય દેશો માટે પણ સબમરીન બનાવવાની સિદ્ધિ હાંસલ કરશે. ડિસેમ્બર મહિના સુધી સબમરીન પર અનેક ટેસ્ટ્સ અને ટ્રાયલ્સ થશે. 17મી સદીમાં દરિયાઈ વિસ્તારોમાં પ્રભુત્વ સ્થાપવા માટે નૌકાદળની સ્થાપના થઇ હતી. આ નૌકા દળ મહારાષ્ટ્રના ખંડેરી નામના ટાપુ પરથી સક્રિય હતું. જેના આધારે આ સબમરીનને INS ખંડેરી નામ આપવામાં આવ્યું છે.


સ્કોર્પિન શ્રેણીની સબમરીનમાં અનેક ખાસિયતો અને વિશેષતાઓ છે. સ્કોર્પિન શ્રેણીની સબમરીન અવાજ વગર દરિયામાં આગળ વધી શકે છે. ત્યારબાદ ગાઈડેડ વેપન સિસ્ટમની મદદથી ઘાતક પ્રહાર કરી શકે છે. સ્કોર્પિનની આ વિશેષતા અન્ય સબમરીન્સની સરખામણીએ અજોડ છે. સબમરીનમાંથી ટોર્પિડો છોડી શકાય છે. ઉપરાંત દરિયામાંથી તથા સરફેસ પરથી એન્ટિ-શીપ મિસાઈલ છોડી શકે છે. આ મિસાઈલ એન્ટી સરફેસ વોરફેર, એન્ટી-સબમરીન વોરફેર, ઈન્ટેલિજન્સ ગેધરિંગ, માઈન્સ પાથરવી, નજર રાખવી વગેરે જેવા અનેક કામો કરી શકે છે.

home

You might also like