ભારત-જાપાનનાે સંયુકત નૌસેનિક અભ્યાસ શરૂઃ ચીનની ચિંતામાં વધારો

નવી દિલ્હીઃ ભારત અને જાપાનની નૌસેનાએ ભારતીય દરિયાઈ સીમામાં સંયુકત અભ્યાસ શરૂ કરી દીધો છે. જેમાં બંને દેશોની સેનાએ સબમરીન વિરોધી પ્રણાલીને વિકસાવવાની દિશામાં કામ શરૂ કરતા ચીનની ચિંતામાં વધારો થયો છે. ભારત અને જાપાને પ્રશાંત મહાસાગરમાં આવી કવાયત શરૂ કરી છે.

પ્રશાંત મહાસાગરમાં ચીન સતત તેની હરકત વધારી રહ્યું છે ત્યારે ભારત અને જાપાન દ્વારા આ દરિયાઈ સીમામાં સંયુકત નૌસેનિક અભ્યાસ શરૂ કરતા ચીનની ચિંતામાં વધારો થયો છે. અમેરિકા, જાપાન અને ભારતની નૌસેનાએ તાજેતરમાં જ માલાબાર યુદ્ધાભ્યાસમાં ભાગીદારી કરી હતી. જાપાનના વિદેશ પ્રધાન તારો કોનોએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે જાપાન ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સાથે રણનૈતિક ભાગીદારી વધારવા ઈચ્છુક છે. નૌસેનાના પ્રવકતા ડી કે શર્માએ જણાવ્યું હતું કે ભારત તરફથી લાંબા અંતર સુધી પ્રહાર કરી શકે તેવી બે પી-૮ આઈ સબમરીન વિરોધી વિમાન અને જાપાનના પી-૩ સી ઓરિયન જેટ યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે. જાપાનના વિમાન ગોવાના હંસા સ્ટેશન પર ગત રવિવારે આવી ગયા છે.

રશિયાના વ્લાડિવોસ્ટોકમાં દસ દિવસથી ચાલી રહેલા સૈન્ય અભ્યાસ ગત રવિવારે પૂરો થઈ ગયો છે. આતંકી કાર્યવાહીનો કેવી રીતે સામનો કરી શકાય તેને લઈને બંને દેશની ત્રણેય સેનાએ ૧૯ ઓકટોબરથી અભ્યાસ કરી રહી હતી.

You might also like