ટ્વિટ કર્યાનાં કલાકોમાં પાકિસ્તાની બાળકને સારવાર માટે મળ્યા વિઝા

નવી દિલ્હી : સુષ્મા સ્વરાજ ભારતીય નાગરિકોની મદદ માટે જાણીતા છે. ટ્વિટર પર તેમને એક વખત જાણ કરી દેવાય તો તેઓ કામ પુરી કરતા હોય છે. જો કે તેઓ માત્ર દેશનાં નહી પરંતુ પાડોશી દેશનાં નાગરિકોની પણ મદદ કરે છે. હાલમાં જ લાહોરમાં રહેતા અને હૃદયની બિમારીથી પીડાતા 4 માસનાં બાળકની સારવાર માટે મેડિકલ વિઝાની અપીલ કરી હતી.

ટ્વિટર પર અપીલનાં બીજા જ દિવસે તે પરિવારને 4 મહિના માટેનાં મેડિકલ વિઝા ઇશ્યુ કરી દેવામાં આવ્યા હતા. જેથી આ બાળકની ભારતમાં હાર્ટ સર્જરી કરવામાં આવશે. ઇન્ડિયન હાઇ કમિશનનાં અધિકારીઓનાં અનુસાર બાળકની ભારતમાં હાર્ટ સર્જરી થાય તે માટે તેનાં પરિવારને 4 મહિનાનાં મેડિકલ વિઝા આપવામાં આવ્યા છે. બાળકનો પરિવાર છેલ્લા 3 મહિનાથી વિઝા માટે મથી રહ્યો હતો.

લાહોરમાં રહેતા વ્યક્તિએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, બંન્ને દેશોનાં સંબંધોની સજા મારો દિકરો ભોગવે ? જવાબ આપો સરતાજ અજીજ અને સુષ્મા સ્વરાજ મેડમ.જે ટ્વિટનાં જવાબમાં સુષ્માએ તુરંત જ કહ્યું હતું કે, તમને વિઝા ચોક્કસ મળશે. તમે ભારતીય દૂતાવાસનો સંપર્ક કરો. બાળકને કોઇ તકલીફ નહી પડે. અમે મેડિકલ વિઝા આપીશું. જેનાં બીજા જ દિવસે તેમનાં 4 મહિનાનાં મેડિકલ વિઝા મંજુર કરી દેવાયા હતા.

You might also like