ભારત અને અમેરિકા સાથે મળીને કરી શકે છે પાકિસ્તાન પર હુમલોઃ હાફિઝ સઇદ

નવી દિલ્હીઃ મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ અને પાકિસ્તાની પ્રતિબંધિત જમાત- ઉદ-દાવાના પ્રમુખ હાફિદ સહિદે ઇદના તહેવારે અમેરિકા અને ભારત વિરોધ નિવેદન આપ્યું છે. હાફિદ સાઇદે કહ્યું છે કે ભારત અને અમેરિકા સાથે મળીને પાકિસ્તાન વિરૂદ્ધ યુધ્ધની તૈયારી કરી રહ્યું છે. લાહોરમાં ગદ્દાફી સ્ટેડિયમમાં ઇદ પર યોજવામાં આવેલ એક સભાને સંબોધિત કરતી વખતે હાફિદે કહ્યું છે કે મુસલમાનોએ એક જૂથ થવાનો સમય આવી ગયો છે.  પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ વિરૂદ્ધ દુનિયાના કેટલાક મોટા દેશો મળીને યોજના ઘડી રહ્યાં છે.

સઇદે આરોપ લગાવ્યો છે કે અમેરિકા મુસલમાન દેશો વચ્ચે ખટરાગ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એટલું જ નહીં સઇદે તેના ભાષણોમાં અમેરિકા દ્વારા તેની પર લગાવવામાં આવેલા એક કરોડના ઇનામની વાતને પણ સભામાં સંબોધિત કરી હતી.  પાકિસ્તાન અને સાઉદી અરબનું અમેરિકાથી અંતર વધી રહ્યું છે. જેનાથી ઇસ્લામિક યુનિયનનો પાયો નાંખી શકાશે. તેણે અરબમાં થયેલા આતંકિ હુમલાની ટિકા કરી હતી અને જણાવ્યું હતું કે મુસ્લિમ જગ્યાઓને અસ્થિર કરવામાં વિદેશીઓનો હાથ છે.

 

You might also like