ભારત NSG સભ્યપદ ગીફ્ટ તરીકે નહી પોતાની તાકાત પર મેળવશે

નવી દિલ્હી : એનએસજી સભ્યપદનાં મુદ્દે ચીનની પ્રતિક્રિયા અંગેભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા વિકાસ સ્વરૂપે કહ્યું કે ભારત એનએસજીનુ સભ્યપદ ગિફ્ટ તરીકે નહી પરંતુ પરમાણુ અપ્રસાર માટે કરવામાં આવેલ પોતાનાં પ્રયાસોનાં જોરો મેળવવા માંગે છે.

અગાઉ અમેરિકાએ પણ સ્વિકાર્યું કે ચીન ભારતના માર્ગમાં આડુ પડ્યું છે. એનએસજીના મુદ્દે અમેરિકા ભારતના સમર્થનમાં છે. ઉલ્લેખનીય છે કે, ભારતને એનએસજીનુ સભ્ય બનવામાં સતત બાધા પેદા કરી રહ્યું છે. જેની ચીન આકરી ઝાટકણી કાઢી હતી. ચીને કહ્યું કે પરમાણુ અપ્રસાર સંધીપર સહી નહી કરનારા દેશને એનએશજીનો સભ્ય બનાવીને તેને બરાક ઓબામા ગિફ્ટ ન આપી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે,અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે બરાક ઓબામાનો કાર્યકાળ પુરો થવાનો છે. તેની પહેલા ઓબામાં તંત્રએ પ્રયાસો કર્યા હતા કે ભારતને તેમાં પ્રવેશ ન મળી શકે. અમેરિકી દક્ષિણ અને મધ્ય એશિયન કિસ્સાની સહાયક વિદેશ મંત્રી નિશા દેસાઇ બિસવાલે પણ કહ્યું કે એનએસજીમાં ભારતના સભ્યમાં આડુ આવે તે એકમાત્ર ચીન છે.

You might also like