નકલી ચીજવસ્તુઓના કારોબારમાં ભારત પાંચમા સ્થાને

મુંબઇ: નકલી ચીજવસ્તુઓનો કારોબાર દુનિયાભરમાં ઝડપથી ફૂલીફાલી રહ્યો છે. બ્રાન્ડનું મહત્ત્વ જેમ જેમ વધી રહ્યું છે તેમ તેમ અસલી બ્રાન્ડની ચીજવસ્તુઓની નકલ પણ વધી રહી છે. નકલી ચીજવસ્તુઓના કારોબારમાં ભારત દુનિયામાં પાંચમા નંબરે જોવા મળ્યો છે, જ્યારે ચીન દુનિયામાં પ્રથમ ક્રમે છે.

દુનિયામાં નકલી ચીજવસ્તુઓના કારોબારમાં ચીનનો હિસ્સો ૬૩ ટકા છે, જ્યારે ભારતનો હિસ્સો માત્ર ૧.૨ ટકા છે, જ્યારે નકલી ચીજવસ્તુના કારણે અમેરિકાના કારોબારને સૌથી વધુ અસર થઇ રહી છે.

ઓર્ગેનાઇઝેશન ઇકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટ અને યુરોપીય યુનિયનના ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ઓફિસના એક સ્ટડી રિપોર્ટ અનુસાર નકલી ચીજવસ્તુઓના કારોબારમાં ચીન બાદ તુર્કી, સિંગાપોર, થાઇલેન્ડ અને ભારતનો ક્રમ આવે છે. આ દેશમાં નકલી ચીજવસ્તુઓનું મોટા પાયે ઉત્પાદન થાય છે.

નકલી ચીજવસ્તુઓના વધતા કારોબારના કારણે અમેરિકા સહિત ઇટાલી, ફ્રાંસ, સ્વિટ્ઝર્લેન્ડ અને જાપાનના કારોબારને પણ અસર થઇ રહી છે.

You might also like