જીત પર મોદી બોલ્યા, ઊભરાઇ રહ્યું છે ‘નવું ભારત’

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જોરદાર જીતના એક દિવસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે ‘નવું ભારત’ ઊભરાઇ રહ્યું છે અને વિકાસની હિમાયતી છે. તેમણે જનતાને કહ્યું કે નવા ભારતના નિર્માણનો સંકલ્પ લો અને નરેન્દ્ર મોદી મોબાઇલ એપ્લીકેશન પર પોતાની પ્રતિબદ્ધતા જતાવે.

પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કર્યું, ‘એક નવું ભારત ઊભરાઇ રહ્યું છે, જેની પાસે 125 કરોડ ભારતીયોની તકાત અને ક્ષમત છે. આ ભરાત વિકાસનું પક્ષઘર છે.’ તેમણે આગળ લખ્યું, ‘વર્ષ 2022 માં જ્યારે આપણે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશું ત્યાં સુધી આપણે એવું ભારત બનાવી લેવું જોઇએ જેની પર ગાંધીજી, સરદાર પટેલ અને ડો બાબા સાહેબ આંબેડકરને ગર્વ હોય.’


એક દિવસ પહેલા ઉત્તર પ્રદેશ ચૂંઠણી પરિણામોમાં ભાજપને 3/4 બહુમત મળ્યા. એને sp કોંગ્રેસ ગઠબંધન અને બીએસપીને પૂરી રીતે નિચોવી દીધા. પહેલી વખત ભાજપ યૂપીમાં 300+ ના આંકડા સુધી પહોંચી છે. પાર્ટીના ખાતામાં 312 સીટો આવી છે જ્યારે એની આગેવાની વાળા NDAએ 325 સીટા પર જીતનો ઝંડો લહેરાયો છે. ઉત્તરાખંડમાં ભાજપ 70 સીટો માંથી 56 સીટો મેળવીને સત્તામાં આવી ચૂકી છે.

http://sambhaavnews.com/

You might also like