ભારતની સાથે નેપાળે કર્યા 5 મોટા કરારો

ભારત અને નેપાળના સદીઓ જૂના સંબંધો પર બોલતાં પીએમ મોદીએ કહ્યું કે નેપાળના વિકાસ માટે ભારતની સાથે ભાગીદારી છે. નેપાળના નાગરિકોની ઉપલબ્ધિઓની સરાહના કરે છે. બંને દેશોની ભાગીદારી પર ચર્ચા થઇ.

આ સાથે જ ભાગીદારીના નવા રસ્તોઓ પર પણ વાત થઇ. ભારત અને નેપાળના સંબંધો હિમાલય જેટલા જૂના છે.વેપાર અને રોકાણ વધારવા પર સહમતિ બનેલી છે. નેપાળના લોકો અને સરકારની સાથે ભાગીદારી વધારવા માટે ભારત પૂરી રીતે પ્રતિબદ્ધ છે. મને લાગે છે કે નેપાળમાં જલ્દી સંવિધાન લાગૂ પાડવામાં આવશે. પૂરની સમસ્યાનો ઉકેલ નિકાળવા માટે વાતચીત શરૂ થઇ ગઇ છે.


તો બીજી બાજુ નેપાળના સીએમ શેર બહાદુર દેઉબાએ કહ્યું કે એ પીએમ મોદીની પડોસી પહેલા અને સૌના સાથ સૌના વિકાસની પોલિસીનું સમર્થન કરે છે.

You might also like