પાકિસ્તાન આતંકવાદીઓ પેદા કરવાની પાઠશાળા : ભારતની UNમાં રજુઆત

નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફનાં ભારત પર માનવાધિકારના હનના આરોપોને ભારતે ફગાવી દીધા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પરમેનેન્ટ મિશનનાં પહેલા સેક્રેટરી એનમ ગંભીરે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદની આઇવી લીગ (પાઠશાળા) છે. એનમે કહ્યું કે પાકિસ્તાન લાંબા સમયથી પોતાનાં દેશમા આતંકવાદને હવા આપી રહ્યું છે. તેનાં વધારેલા આતંકવાદના ઝેરનું ફળ આખું વિશ્વ ભોગવી રહ્યું છે.

એનમે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદ, માનવાધિકાર હનને પોતાની નીતી તરીકે અપનાવે છે. એનમે કહ્યું કે પાકિસ્તા કયા પ્રકારે પોતાને મળતી આંતરરાષ્ટ્રીય આર્થિક સહાયનો ઉપયોગ આંતવાદી સમૂહોને ટ્રેનિંગ આપવા માટે, ફાઇનાન્સ કરવા અને સમર્થન આપવ ામાટે કરી રહ્યું છે. આ આતંકવાદી સમૂહ પાકિસ્તાનનાં પાડોશી દેશોમાં છદ્મ યુદ્ધને ઉત્તેજન આપે છે.

ગંભીરે જણાવ્યું કે ઉરી હૂમલો પાકિસ્તાન દ્વારા સતત ભારતની વિરુદ્ધ આતંકવાદીઓને ટ્રેનિંદ આપવાનું પરિણામ છે. તેમણે એમ પણ જણાવ્યું કે યુએન દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છતા પાકિસ્તાનમાં કેટલાક આતંકવાદી બેખોફ થઇને ખુલ્લેઆમ ફરી રહ્યા છે. પાકિસ્તાન સરકાર તેને ખુલ્લુ સમર્થન પણ આપે છે.

યુએનમાં ભારતે પાકિસ્તાન કર્યા પ્રહાર
1. માનવાધિકારનું સૌથી મોટુ ઉલ્લંઘન આતંકવાદ છે. જ્યારે કોઇ દેશ તેને પોતાની નીતિ બનાવી લે છે તો તે યુદ્ધ અપરાધ ગણાય છે.
2. ભારત અને તેનાં અન્ય પાડોશી દેશ જે આજે ભોગવી રહ્યા છે તે લાંબા સમયથી પાકિસ્તાન દ્વારા આતંકવાદને વધારવા માટેનું પરિણામ છે.
3. પાકિસ્તાન એક આતંકવાદી દેશ છે જે ભારતમાં યુદ્ધની સ્થિતી પેદા કરવા માટે આતંકવાદીઓને ટ્રેનિંગ આપવા માટે અબજો ડોલર ખર્ચ કરી રહ્યું છે.
4. પાકિસ્તાનનાં વડાપ્રધાન આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડરના સમર્થક છે.
5. પાકિસ્તાન એક એવો દેશ છે જ્યાં લોકશાહીનો અભાવ છે. તે પોતાનાં જ લોકો પર આતંકવાદનો ઉપયોગ કરી રહ્યું છે.

You might also like