ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો રોડ મેપ તૈયાર કરશે ૧૫૦ હિંદુ સંગઠન

નવી દિલ્હી: હિન્દુ જનજાગૃતિ સમિતિ લગભગ ૧૫૦ હિન્દુ સંગઠનો સાથે મળીને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો રોડ મેપ તૈયાર કરશે. સમિ‌િતનો ટાર્ગેટ છે કે વર્ષ ૨૦૨૩ સુધી ભારત હિંદુ રાષ્ટ્ર બની જવું જોઈઅે. હિન્દુ જનજાગૃતિ સમિ‌િત, સનાતન સંસ્થા સાથે જોડાયેલું સંગઠન છે.

અંધવિશ્વાસ સામેની લડાઈ લડી રહેલા નરેન્દ્ર દાભોલકરની હત્યા સંદર્ભે સનાતન સંસ્થાના એક સભ્યનું નામ અાવતાં અા સંસ્થા ચર્ચામાં અાવી હતી. હિન્દુ જનજાગૃતિના પ્રવક્તા રમેશ શિંદેઅે જણાવ્યું કે સંઘ પણ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા ઇચ્છે છે. અમારો હેતુ પણ અે જ છે. સંઘની શાખાઅોમાં સવારે જે પ્રાર્થના થાય છે તેમાં હિન્દુ રાષ્ટ્રની વાત કહેવાઈ છે. તેમણે કહ્યું કે અમે ગોવામાં ૧૪ થી ૧૭ જૂન સુધી અમારું વાર્ષિક અધિવેશન કરી રહ્યા છે, જેમાં ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત થશે.

શિંદેઅે કહ્યું કે અમે યુપીના સીએમ યોગી અાદિત્યનાથ સહિત સંઘને પણ અામંત્રણ અાપ્યું છે, પરંતુ સંઘ તરફથી કોઈ પ્રતિનિ‌િધ રહે તેવી અાશા નથી. સમિતિ નેતાઅે જણાવ્યું કે ભાજપના હૈદરાબાદના કેટલાક ધારાસભ્યો અને શિવસેનાના પણ તામિલનાડુ અને ગોવાના કેટલાક નેતા સામેલ રહેશે.

શિંદેઅે કહ્યું કે યુપીમાં યોગી અાદિત્યનાથ સીએમ બનવાથી સ્પષ્ટ છે કે લોકો હિન્દુ રાષ્ટ્ર ઇચ્છે છે. તેમણે કહ્યું કે યોગી હંમેશાં હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે. લોકોઅે કહ્યું કે ભાજપને ભારે મતથી જીતાડ્યું.  જ્યારે સંવિધાનમાં પરિવર્તન લાવીને સેક્યુલર શબ્દ જોડી શકાય છે ત્યારે હિન્દુ રાષ્ટ્ર શબ્દ પણ જોડાવવો જોઈઅે. અમારી સાથે દેશનાં અલગ અલગ રાજ્યમાં કામ કરી રહેલાં ૧૫૦ સંગઠન જોડાયેલાં છે, જે અા અધિવેશનનો ભાગ હશે. શિંદેના જણાવ્યા મુજબ અાપણા જેવા હિન્દુ સંગઠન પીએમ મોદીને એટલે સપોર્ટ કરે છે, કેમ કે તેઅો હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે.

જો રાહુલ ગાંધી કે કોઈ અન્ય હિન્દુ રાષ્ટ્રની વાત કરવા લાગશે તો અમે વિચારીશું કે કોને પસંદ કરવાના છે. ગોવામાં યોજાનાર ચાર દિવસના અધિવેશનના પહેલા દિવસે ગોરક્ષા અને દેશભરમાં બીફ બેન કરવા પર વાત થશે. અા સંદર્ભે એક્શન પ્લાન તૈયાર થશે અને પ્રસ્તાવ પણ પાસ કરાશે. બીજા દિવસે કાશ્મીરી હિન્દુઅોને રિહેબિલિટેટ કરવામાં સરકારની વિફળતા પર વાત થશે અને કાશ્મીરી હિન્દુઅોના હક તેમને અપાવવાની રણનીતિ બનાવાશે. ત્રીજા દિવસે ભારતના ભવિષ્ય અંગે ચર્ચા થશે. અધિવેશનના છેલ્લા દિવસે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો રોડ મેપ તૈયાર કરાશે.
http://sambhaavnews.com/

You might also like