ભારતમાં જબરજસ્ત સામાજિક તાકાત: મોદી

નવી દિલ્હી: તાજેતરમાં લંડન યાત્રા દરમિયાન અસહિષ્ણુતાના મામલે મૌન તોડ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે એક સામયિકમાં લેખ લખીને પોતાનું અને સરકારનું વલણ આ મુદ્દે રજૂ કર્યું છે. દેશમાં વધતી જતી અસહિષ્ણુતાના વિવાદને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે ભારતમાં જબરજસ્ત સામાજિક તાકાત અને બહુ કોમવાદ છે.

‘ધી ઈકોનોમિસ્ટ’ સામયિકમાં છપાયેલા આ લેખમાં કેન્દ્ર સરકારના ૧૮ મહિનાનું શાસન પૂરું થવા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે લોકોને તેમની અને તેમની સરકાર પાસેથી મોટી અપેક્ષાઓ છે. અસહિષ્ણુતાઓના મુદ્દાઓ પર ટીકા અને આલોચના વચ્ચે તાજેતરના િદવસોમાં આ એક બીજી તક છે, જ્યારે વડા પ્રધાને વિવિધતા અને બહુ કોમવાદ સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરી છે.

પી.એમ. મોદી દ્વારા પ્રતિષ્ઠિત મેગેઝિન માટે લખવામાં આવેલા લેખના કેટલાક અંશને મેગેઝિનના પેરિસ સ્થિત બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યા છે. મેગેઝિનના તાજેતરના અંકના મેઈન પેજ પર ‘ધ વર્લ્ડ ઈન ૨૦૧૬’ મથાળા હેઠળ મોદી સહિત વિશ્વના અન્ય નેતાઓનાં કાર્ટૂન પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. મોદીએ આ સ્પેશિયલ અંકની એશિયા એડિશનમાં આ લેખ લખ્યો છે.

મોદીને ટાંકીને લેખમાં જણાવાયું છે કે ભારતમાં બહુકોમવાદ સહિત ઘણી સામાજિક સુદ્રઢતા છે. મેગેઝિનના ખાસ ભાગમાં મોદી ઉપરાંત આઈએમએફના પ્રમુખ ક્રિશ્ચિયન લગાર્ડે અને નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફ જઈ સહિત અન્ય લોકોએ પણ યોગદાન આપ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી સપ્તાહે ૧૮ મહિના પૂરા કરનાર પોતાની સરકાર પાસેથી લોકોની અપેક્ષા અંગે ઉલ્લેખ કરતાં લખ્યું છે કે અમારી સરકાર પાસે અપેક્ષાની ભાવના છે અને એ વાતમાં કોઈ શંકા નથી કે કેટલીક અપેક્ષાઓ અમારીથી આગળ છે.
લેખમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ પર ભારતના વિકાસના અસરની પણ વાત કરી છે. તેમણે પેરિસમાં ક્લાઈમેટ ચેઈન્જ પરિવર્તન પહેલાં જણાવ્યું હતું કે અમે આ બાબતે સતર્ક છીએ કે અમારા વિકાસની પર્યાવરણ પર થોડી અસર પડે. મોદીએ પોતાના લેખમાં લખ્યું છે કે સવા અબજ ભારતીયોની સફળતા અને તેના પર સમગ્ર માનવજાતનું ભવિષ્ય આધારિત છે.

You might also like