ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઘણી મહત્વની ન્યૂક્લિયર ડીલ

નવી દિલ્હી : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ન્યૂક્લિયર ડીલ સાઇન કરવામાં આવી છે. આ ડીલનાં કારણે બંન્ને દેશો વચ્ચેનાં સંબંધો વધારે મજબુત થશે. આ ડીલને એશિયા ખંડમાં ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે. ઉર્જા, સુરક્ષા અને કનેક્ટિવિટી માટે ખુબ જ અગત્યની માનવામાં આવી રહી છે. અધિકારીક સુત્રોનાં અનુસાર બંન્ને દેશો રાજનૈતિક રીતે જોડાયેલા છે. આર્થિક સહયોગી હોવાની સાથે આ બંન્ને દેશો વચ્ચે સુરક્ષાનાં કારણોથી પણ જોડાયેલી છે.

ભારતની ફોરેન મિનિસ્ટ્રી અને બાંગ્લાદેશનાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ વચ્ચે થયેલી ડીલની તૈયારી છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહી હતી. વડાપ્રધાન મોદી અને બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાએ પલટાનાથી બાંગ્લાદેશ માટે 100 મેગાવોટનાં પાવર ટ્રાન્સમિશન લાઇનની શરૂઆત કરી હતી. ભારત હવે પાવર ટ્રાન્સમિશન લાઇનની કેપેસિટી વધારીને 500 મેગાવેટ કરવાની તૈયારી કરી રહ્યું છે. થોડા સમય બાદ ઢાકાનાં પ્રવાસે જનારા પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને બાંગ્લાદેશને ડિઝલ મોકલવાનો વાયદો કર્યો છે.

ભારત પોતાનાં નોર્થ ઇસ્ટર્ન સ્ટેટમાં બાંગ્લાદેશનાં રસ્તે એલપીજી અને એલએનજીનું ટ્રાન્સપોર્ટ કરવા ઇચ્છે છે. જેનાં માટે દિલ્હીએ ઢાકાને પણ જરૂરિયાત પ્રમાણે એલપીજી અને એલએનજી આપવાનું પ્રપોઝલ આપ્યું છે. ભારતે બાંગ્લાદેશની નોર્થઇસ્ટર્ન સ્ટેટ્સમાં પાવર હાઉસ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જે અનુસાર ટ્રાન્સમિશન લાઇન પસાર થશે. ભારતે તેનાં બદલામાં બાંગ્લાદેશને પાવર સેક્ટરમાં ભાગીદારી કરવા માટેની રજુઆત કરી છે.

બાંગ્લાદેશમાં પાવર પ્લાન્ટ લગાવવા માટે ચૈર ભારતીય કંપની ભેલ, રિલાયન્સ, શપૂરજી પાલોનજી અને અદાણી દ્વારા બોલી લગાવાઇ હતી. બાંગ્લાદેશમાં રશિયાની મદદથી લગાવવામાં આવનારા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં ભારત ટેક્નોલોજી માટે મદદ કરશે. બાંગ્લાદેશ માટે આ ખુબ મહત્વનાં કરારો છે.જ્યારે બાંગ્લાદેશ ભારત માટે પાડોશી રાષ્ટ્ર છે.

You might also like