રાહુલ ગાંધીએ PM મોદીને ગણાવ્યા નબળા વડાપ્રધાન

વિદેશથી પોતાની રજા પરથી પરત ફરેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી નરેન્દ્ર મોદીને દેશના કમજોર વડાપ્રધાન કહ્યા હતા. રાહુલ ગાંધીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની યાત્રાને લઇને સવાલ ઉઠાવ્યા હતા. રાહુલે કહ્યું કે પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ એચ1-બી વિઝાને લઇને કોઇ વાતચીત કરી નહોતી. તે સિવાય અમેરિકા તરફથી કાશ્મીરને ભારત પ્રશાસિત કાશ્મીર કહેવા પર વિદેશ મંત્રાલયે તેની સાચુ ઠેરવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રવાસે ગયા હતા જ્યા પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વિવિધ મુદ્દાઓને લઇને ચર્ચા થઇ હતી. બંને વચ્ચેના સંયુક્ત નિવેદનમાં એચ1-બી વિઝા મુદ્દા પર કોઇ નિવેદન આપવામાં આવ્યું નહોતું.
http://sambhaavnews.com/

You might also like