ભારતે પડોશી પાકિસ્તનનો પ્રસ્તાવ નકારી આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હીઃ પાકિસ્તાની બેવડી નીતિ પર ભારતે કડક વલણ અપનાવ્યું છે. કાશ્મીર મુદ્દે ભારત હવે સક્રિય બન્યુ છે અને પાકિસ્તાનની કાશ્મીર મુદ્દે વાતચીતને ભારતે ઠુકરાવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ભારતના ઉચ્ચ અધિકારીએ ઇસ્લામાબાદમાં પાકના વિદેશ સચિવ સાથે મુલાકાત કરી છે. તેમણે ભારતને જવાબ સોંપ્યો છે. પ્રસ્તાવને નકારી દીધો છે.

પાકિસ્તાના વિદેશ સચિવ ઇજાજ ચૌધરીએ સોમવારે ઇસ્લામાબાદમાં ભારતના હાઇ કમિશ્નર ગૌતમ બંબેવાલાને બોલાવીને વિદેશ સચિવ એસ. જયશંકરને એક ચિઠ્ઠી મોકલી છે. આ ચિઠ્ઠીમાં જયશંકરને ઇસ્લામાબાદ આવીને જમ્મુ કશ્મીરના મુદ્દે વાત કરવાનું આમંત્રણ આપ્યું હતું. આ જ નિવેદન વિદેશ મામલે પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફના સલાહકાર સરતાજ અજીજે પણ આપ્યું છે. જો કે આ આમંત્રણ ત્યારે આપવામાં આવ્યું છે જ્યારે ભારતે એ સ્પષ્ટ કરી દીધું છે કે કાશ્મીર પર પાકિસ્તાન સાથે કોઇ વાત થશે તો તે પીઓકે પર થશે.

ભારત તરફથી આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે 15મી ઓગસ્ટથી આજ દિન સુધી ભારત પડોશીઓને તેમની બેવડી નીતિ પર એક પછી એક નિવેદન કરીને ફટકાર આપી છે. સૌથી પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલકિલ્લા પર બલુચિસ્તાન અને ગિલગિલનો ઉલ્લેખ કર્યો અને પાકિસ્તાનની મુશ્કેલી વધારી. ત્યાર બાદ નાણામંત્રી અરૂણ જેટલીએ ઇસ્લામાબાદમાં આયોજિત સાર્ક સંમેલનમાં ભાગ લેવાની ના પાડી દીધી. આ પહેલાં ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ ઇસ્લામાબાદમાં યોજાયેલા સાર્ક સંમેલનમાં પાકને ઘર આંગણે જ ખરીખોટી સંભળાવી હતી.

You might also like