અમારી સરકાર દ્વારા થતા કામના વખાણ આખુ વિશ્વ કરી રહ્યું છે : મોદી

લખનઉ : વડાપ્રધાન મોદીએ આજે લખનઉમાં પોતાનાં બીજા કાર્યક્રમાં સરકારનાં કામકાજનો રિપોર્ટ રજુ કર્યો હતો. કાલ્વિન તાલુકેદાર્સ કોલેજમાં મોદીએ ઇ રિક્શા વિતરનાં કાર્યક્રમમાં જનસભાને સંબોધિત કરતાની સાથે જે રિક્શા ચાલકોની સાથે ચૌપાલમાં મનની વાત કરી હતી. લખનઉમાં તેમનો અંતિમ કાર્યક્રમ આંબેડકર મહાસભા સ્થળ પર હતો. જ્યાં તેમણે ડૉ. બી.આર આમ્બેડકરની પ્રતિમાને માલાઅર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલી અર્પી હતી. આમ્બેડકર મહાસભાથી વડાપ્રધાને એરપોર્ટ માટે રવાનાં તયા હતા. 6.30 વાગ્યે તેઓ દિલ્હી પરત રવાના થઇ ગયા હતા.
ઇ રિક્શા વિતરણ કાર્યક્રમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર એક બાદ એક પગલા જે પ્રકારે ઉઠાવી રહી છે તેનાં કારણે ઓછા સમયમાં વિશ્વએ સ્વિકાર કર્યો છે કે દુનિયામાં ભારતની અર્થવ્યવસ્થા સૌથી ઝડપી ગતીએ આગળ વધી રહી છે. દુનિયામાં મંદીનું વાતાવરણ છે. મોટા મોટા દેશો મંદીની ભીંસમાં છે. એવા સમયે ભારત એકમાત્ર એવો દેશ છે જે ન માત્ર ઝડપી ગતીએ આગળ વધી રહ્યો છે પરંતુ મંદીના માહોલની અસર પણ નથી. વર્લ્ડ બેંકથી માંડીને વિશ્વનાં મોટા મોટા અર્થશાસ્ત્રીઓ આને સ્વિકારી રહ્યા છે. તેઓ સ્વિકારે છે કે ભારત ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે.

જો કે મારું લક્ષ્ય દેશને વિશ્વનો સૌથી ઝડપી વિકસી રહેલો દેશ બનાવવાનો છે. અમારૂ લક્ષ્ય ગરીબીનો અંત લાવવાનું છે. નવયુવાનો રોજગારી માટે રખડવું ન પડે. દરેક યુવાનને નોકરી અથવા વ્યવસાય મળી રહે. તે પોતે તો સ્થાયી થાય જ પરંતુ બીજાઓને પણ મદદ કરે. પોતાની જાતે પોતાનો વિકાસ કરે અને પોતાની મહેનતથી કમાયેલા રૂપિયા થકી પોતાનાં પરિવારને સુખ અને ચેનનું જીવ આપે.

You might also like