જાપાનની ભારતને ચેતવણી, પરમાણુ પરીક્ષણ કર્યું સંબંધ પર પડશે અસર

પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગના ક્ષેત્રે સહકાર બાદ જાપાને ભારતને ચેતવણી આપતા જણાવ્યું કે જો ભારત પરમાણુ પરીક્ષણ કરશે તો તેની સાથે સહયોગની સમીક્ષા કરવી પડે તે સ્વાભાવિક છે. જોકે આ અંગે જાપાનએ કહ્યું કે તેને એવું નથી લાગતું કે ભારત આ દિશામાં આગળ વધી રહ્યું હોય. જો પરસ્પર સહમતિ પત્રના સંબંધિત અંતિમ કરાર પર જો હસ્તાક્ષર કરવામાં આવશે તો જાપાનનો કોઇપણ દેશ સાથે આ પ્રથમ પરમાણુ કરાર હશે જે પરમાણુ અપ્રસાર સંધિમાં સામેલ થયું નથી. જાપાન સરકારના પ્રેસ સચિવના જણાવ્યા અનુસાર જો ભારત પરમાણુ પરીક્ષણ કરે છે તો તે પોતાની પ્રતિબધ્ધતાથી પીછેહઠ કરી રહ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે જાપાન પોતાના સહયોગની સમીક્ષા કરશે.

You might also like