અચ્છે દિન, ભારતની ઇકોનોમી બની નંબર-1, GDP ગ્રોથ વધીને થયો 7.2%

કેન્દ્ર સરકારે બુધવારનાં રોજ નાણાંકીય વર્ષ 2017-18 માટે જીડીપીનાં ત્રીજા ક્વાર્ટરનાં આંકડાઓને રજૂ કર્યા છે. બીજા ક્વાર્ટરનાં હિસાબે ત્રીજા ક્વાર્ટરમાં ઇકોનોમીનો વધારો થયો છે. રજૂ કરવામાં આવેલ આંકડાઓ અનુસાર ભારતનું જીડીપી 7.2 થઇ ગયું છે કે જે ચીનને પછાડીને ચીનનાં જીડીપી કરતા પણ વધારે છે.

તમને કદાચ ખ્યાલ હશે કે હાલમાં ચીનનો જીડીપી વર્તમાન સમયમાં 6.8 ટકા છે. આ આંકડાઓને લઇ એવું સ્પષ્ટ થાય છે કે ભારતની ઇકોનોમી દુનિયામાં સૌથી વધારે તેજીથી સતત વધી રહી છે.

ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ફરીથી જોવાં મળ્યો ગ્રોથઃ
નોટબંધી અને જીએસટીથી ઇન્ડસ્ટ્રિયલ સેક્ટરમાં એક વાર ફરીથી મજબૂતી જોવા મળી. આઇઆઇપી અને પીએમઆઇ સિવાય કંપનીઓનાં તારણોથી ઇકોનોમીમાં ફરીથી સુધારો જોવાં મળશે.

સર્વિસ સેક્ટરને ઘરેલૂ એરલાઇન્સથી મળ્યું બળઃ
સર્વિસ સેક્ટરને બેંકમાં થનારી ડિપોજીટ અને લોન, કાર્ગો, ઘરેલૂ એરલાયન્સમાં યાત્રિઓની વધતી સંખ્યા અને વિદેશ યાત્રીઓની વધતી સંખ્યાથી વધારે મજબૂતી જોવા મળી છે.

You might also like