૨૦૧૬-૧૭માં દેશનો આર્થિક વિકાસદર ૭.૭ ટકા રહેશે

મુંબઇ: ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે કહ્યું કે વર્ષ ૨૦૧૬-૧૭માં દેશનો આર્થિક વિકાસદર ૭.૭ ટકા રહી શકે છે. ફિક્કીના જણાવ્યા પ્રમાણે કૃષિ અને ઔદ્યોગિક સેક્ટરમાં સુધારાના કારણે ઊંચા આર્થિક વિકાસદરને ટેકો મળશે. એગ્રીકલ્ચર સેક્ટરનો વિકાસદર ચાલુ નાણાકીય વર્ષમાં ૨.૮ ટકા રહી શકે છે. એ જ પ્રમાણે ઔદ્યોગિક વિકાસદર ૭.૧ ટકા અને સર્વિસ સેક્ટરનો વિકાસદર ૯.૬ ટકા રહી શકે છે.

ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના જણાવ્યા પ્રમાણે સારા ચોમાસાની આગાહીના કારણે દેશનો આર્થિક વિકાસદર ઊંચો જોવાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે પાછલાં બે વર્ષથી દેશનાં મોટા ભાગનાં રાજ્યમાં પડેલા અપૂરતા વરસાદના કારણે આર્થિક વિકાસ ઉપર અસર જોવાઇ હતી. એટલું જ નહીં વૈશ્વિક મોરચે પણ ચીન અને યુરોપમાં અનિશ્ચિતતાભર્યા માહોલના કારણે સ્થાનિક આર્થિક વિકાસ ઉપર નકારાત્મક અસર પડી હતી.

You might also like