ફોરેક્સ રિઝર્વમાં રપ.૧પ અબજ ડોલરનો ઘટાડો

મુંબઇઃ અમેરિકન ડોલરની તુલનાએ રૂપિયામાં જોરદાર કડાકા વચ્ચે ભારતનું ફોરેકસ રિઝર્વ ૧૩ એપ્રિલથી ૧૦ ઓગસ્ટ વચ્ચે રપ.૧પ અબજ ડોલર ઘટી ગયું છે. રૂપિયાના ઘટાડાને રોકવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ડોલરનું મોટા પાયે વેચાણ કરવું પડે છે.

RBIનાં અદ્યતન ડેટા અનુસાર ૧૩ એપ્રિલના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ અનુસાર દેશનું ફોરેકસ રિઝર્વ ૪ર૬.૦૩ અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચી ગયું હતું, પરંતુ ૧૦ ઓગસ્ટના રોજ ફોરેકસ રિઝર્વ ઘટીને ૪૦૦.૮૮ અબજ ડોલર પર આવી ગયું હતું. ૧૦ ઓગસ્ટના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં જ ફોરેકસ રિઝર્વમાં ૧.૮૩ અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો.

એવું માનવામાં આવે છે કે રૂપિયામાં ઘટાડાને કારણે ફોરેકસ રિઝર્વ ઘટી રહ્યું છે. રિઝર્વ બેન્કના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે રૂપિયાને ગગડતો અટકાવવા રિઝર્વ બેન્કને ડોલરનું ધુમ વેચાણ કરવાની ફરજ પડી રહી છે.

You might also like