દેશમાં વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ સ્તરે

મુંબઇ: દેશમાં વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. ૧.૩૫ અબજ ડોલર વધીને વિદેશી મુદ્રા ભંડાર ૩૬૧ અબજ ડોલરની સપાટીએ પહોંચી ગયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલા ડેટા મુજબ પાછલા સપ્તાહે વિદેશી મુદ્રા ભંડાર ૩૩.૩ કરોડ ડોલર વધીને ૩૬૦ અબજ ડોલર હતો. ‘ફોરેન કરન્સી એસેટ’માં વધારો થવાને કારણે વિદેશી મુદ્રા ભંડારમાં વધારો નોંધાતો જોવા મળ્યો છે.

દરમિયાન આરબીઆઇના ડેટા મુજબ દેશમાં ગોલ્ડ રિઝર્વમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી. દેશમાં ગોલ્ડ રિઝર્વ ૨૦૧૧ કરોડ ડોલર પર જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે વિદેશમાંથી મોટા પ્રમાણમાં રોકાણ ભારતમાં આવી રહ્યું છે અને તેને કારણે વિદેશી મુદ્રા ભંડારનો સ્રોત વધી રહ્યો છે.

You might also like