કેપ્ટન વિરાટનની નજર હવે 1 મિલિયન ડોલર પર

નવી દિલ્હીઃ કેપ્ટન વિરાટ કોહલી અને ટીમની નજર એક મિલિયન યુએસ ડોલર (૬,૬૯,૪૭,૫૦૦ રૂપિયા)પર છે. ટીમ ઇન્ડિયા તા. ૧ એપ્રિલની પહેલાં ટેસ્ટમાં નંબર વન બની રહેશે તો આ રકમ વિરાટ એન્ડ કંપનીને ICC રેન્કિંગમાં નંબર વન બની રહેવા માટે ઇનામ  તરીકે મળશે. વર્તમાન રેન્કિંગમાં ભારતીય ટીમ ૧૨૧ પોઇન્ટ સાથે નંબર વનના સ્થાન પર છે. બાંગ્લાદેશ સામેની જીત બાદ ટીમ ઇન્ડિયાએ પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી લીધી છે. ICC રેન્કિંગમાં બીજા નંબર પર ઓસ્ટ્રેલિયા (૧૦૯ પોઇન્ટ) છે, જે ભારત કરતાં ૧૨ પોઇન્ટ પાછળ છે, જ્યારે ત્રીજા નંબર પર રહેલી દ. આફ્રિકાની ટીમના ૧૦૭ પોઇન્ટ છે. ટીમ ઇન્ડિયાને એક મિલિયન ડોલર હાંસલ કરવા માટે ઓસ્ટ્રેલિયાને ફક્ત એક જ ટેસ્ટમાં હરાવવાની જરૂર છે અને જો આમ થયું તો ટીમ ઇન્ડિયા નંબર વન પર નિર્ધારિત તારીખ સુધી ટકી રહેશે. દ. આફ્રિકાની ટીમ પણ ભારતથી આગળ નીકળી નહીં શકે. જ્યારે ઓસ્ટ્રેલિયાને નંબર વન બનવા માટે ભારતને ૩-૦થી કે પછી ૪-૦થી હરાવવું પડે.
http://sambhaavnews.com/

You might also like