પરમાણુ હથિયાર ધરાવતી દેશની પહેલી સબમરીન તૈયાર

નવી દિલ્હી: દેશની પહેલી પરમાણુ હથિયારોવાળી સબમરીન તૈયાર થઈ ગઈ છે. છેલ્લા પાંચ મહિનાઅોથી તેની પર ડીપ સી ડાઈવીંગ ડ્રીલ્સ અને હથિયારોના લોન્ચ સાથે જોડાયેલા ટેસ્ટ ચાલી રહ્યા હતા. તેને અા તમામ ટેસ્ટ પાર કર્યા છે. હવે અા સબમરીનને નૌસેનામાં અોફિશિયલી સામેલ કરવાનું નક્કી કરાયું છે.  અાઈએનએસ અરિહંત ન્યુક્લીયર મિસાઈલ સબમરીન પ્રોજેક્ટ સાથે જોડાયેલા કેટલાક અધિકારીઅોઅે જણાવ્યું કે દેશમાં બનેલી અા સબમરીન હવે સંપૂર્ણ રીતે અોપરેશનલ છે. છેલ્લા પાંચ મહીનાઅોમાં તેને હથિયારો સાથે જોડાયેલા ઘણા પરીક્ષણોમાં તેની ક્ષમતાઅો સાબિત કરી છે.

અરિહંત નૌસેનામાં સામેલ કરાનાર પાંચ ન્યુક્લીયર મિસાઈલ સબમરીનમાં પહેલી છે. તેને વિશાખાપટ્ટનમમાં બનાવાઈ છે. અને ત્યાં જ તેનું ડીપ સી ડાઈવીંગ પરીક્ષણ પણ કરાયું છે. અધિકારીઅોઅે જણાવ્યું કે ગયા વર્ષે ૧ અોક્ટોબરે અાવેલું રશિયન ડાઈવીંગ સપોર્ટ શિપ-અારએફએસ એપ્રન ડીપ સી ડાઈવીંગ લોન્ચ સાથે જોડાયેલા ટેસ્ટમાં અરિહંત સાથે હતું.

અેપ્રન એક પ્રુટ ક્લાસનું સબમરીન રેસ્ક્યુ જહાજ છે. તેને રશિયામાં તાજેતરમાં વિશાખાપટ્ટનમમાં અાયોજિત ઇન્ટરનેશનલ ફ્લિટ રિવ્યુમાં પણ રજૂ કરાયું હતું. ભારત પાસે હવે અા ક્લાસનું કોઈ પણ સબમરીન રેસ્ક્યુ જહાજ નથી.
અાઈએફઅારમાં અરિહંતે સુરક્ષા કારણસર ભાગ લીધો નથી. અાઈઅેફઅારમાં સામેલ થયેલા ૨૪ વિદેશી જહાજ એવા સેન્સર અને ઇક્વીટમેન્ટ ધરાવતા હતા જે મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોનીક ઇન્ટેલિજન્સને પકડી શકે છે અને અા કારણથી અરિહંતને અા અાયોજનમાં રજૂ કરાયા નથી.

નૌસેના છેલ્લા પાંચ મહિના દરમિયાન અરિહંત પાસે હથિયારોના લોન્ચના ઘણા બધા ટેસ્ટને ગુપ્તતાપૂર્વક અંજામ અાપવામાં સફળ રહી. અા સબમરીનમાં ૭૦૦ કિલોમીટરથી વધુ રેન્જવાળા ૧૫ શોર્ટ રેન્જ મિસાઇલ અને ૩૫૦૦ કિલોમીટરની રેન્જવાળા ચાર બેલેસ્ટિક મિસાઈલો લગાવાશે.

એક વરિષ્ઠ અધિકારીઅે જણાવ્યું કે અા સબમરીને તમામ ટેસ્ટ પાસ કર્યા છે. ઘણી બધી વસ્તુઅો અમારા અનુમાન કરતા પણ સારી રહી. ટેકનીકલી અા સબમરીનને હવે કોઈપણ સમયે નવસૈનામાં સામેલ કરી શકાશે. સૂત્રોઅે જણાવ્યું કે જો મોદી સરકાર ઇચ્છે તો અરિહંતને અાગામી મહીનાની શરૂઅાતમાં અોફિસિયલી નૌસેનામાં સામેલ કરશે. સબમરીનની સાથે કોમ્યુનિકેશનની એક સુવિધા પહેલેથી જ નૌસેના પાસે રહેલી છે. હજુ અરિહંત ક્લાસની બે સબમરીન પર વિશાખાપટ્ટનમના શીપ બિલ્ડિંગ સેક્ટરમાં કામ ચાલી રહ્યું છે. અા પહેલા સબમરીન કરતા વધુ એડવાન્સ થશે.

You might also like