ભારતે ફીફા વર્લ્ડ કપ ક્વોલિફાય ટૂર્નામેન્ટમાં ગુઆમને હરાવ્યું

બેંગલોર: ભારતે ગુરુવારે ગુઆમને 1-0થી હરાવીને સતત પાંચ હાર બાદ વર્ષ 2018 ફૂટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાય ટૂર્નામેન્ટ માટે પહેલી જીત નોંધાવી છે. ગ્રુપ ડીના આ મુકાબલામાં 41મી મિનિટે સહેનાજ સિંહને ખતરનાક ટેકલ બાદ બહાર મોકલી દેવામાં આવ્યો હતો જેના કારણે ભારતીય ટીમ બીજા હાફમાં માત્ર 10 ખેલાડીઓ સાથે જ રમી હતી તે છતાં તે જીત મેળવવામાં સફળ રહી હતી. કાંતીર્વા સ્ટેડિયમમાં રોબિન સિંહે 10મી મિનિટે મહત્વપૂર્ણ ગોલ કરીને ભારતને ત્રણ પોઇન્ટ અપાવ્યા હતા.

જોકે આ જીત બાદ પણ ભારત ત્રણ અંક સાથે પાંચ ટીમોના ગ્રુપમાં સૌથી અંતિમ સ્થાન પર છે. ત્યારે ગુઆમ 7 પોઇન્ટ સાથે ચોથા નંબર પર છે. ભારત વર્ષ 2018 વર્લ્ડ કપ ક્લોવિફાઇંગના અંતિમ રાઉન્ડમાંથી બહાર ફેંકાઇ ગયું છે પરંતુ કાલની આ જીતે તેને વર્ષ 2019માં થનારા એશિયા કપમાં ક્વોલિફાય કરવા માટે સારી સ્થિતિમાં પહોંચાડી દીધું છે.

You might also like