પાક.JITનો અહેવાલ : પઠાણકોટ હૂમલો ભારતે કરેલુ એક નાટક

નવી દિલ્હી : પઠાણકોટ હૂમલાની તપાસ કરવા માટે ભારત આવેલી પાકિસ્તાની ટીમનાં તપાસ રિપોર્ટમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. પાકિસ્તાનની JITનાં રિપોર્ટ કથિત રીતે પાકિસ્તાની મીડિયામાં લીક થઇ ગયો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર ભારતમાં રાજનીતિક દળોએ આ મુદ્દે સરકાર પર નિશાન પણ સાધવાનું ચાલુ કરી દીધું છે. તપાસ માટે પાકિસ્તાનથી જે તપાસ ટીમ આવી હતી તેનો રિપોર્ટ પાકિસ્તાની મીડિયામાં લીક થયો છે. લીક થયેલા રિપોર્ટમાં ભારતીયોને વિચલિત કરી દે તેવો છે.

પાકિસ્તાની તપાસ કમિટીએ પઠાણકોટ હૂમલાને ભારતનું એક નાટક ગણવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનને બદનામ કરવા માટે આ પ્રકારનો ડ્રામા ભારત દ્વારા કરવામાં આવ્યો હતો. તપાસ ટીમે રિપોર્ટમાં કહ્યું કે એવા કોઇ પુરાવા નથી મળ્યા કે જેના પરથી સાબિત થાય કે આતંકવાદીઓ પાકિસ્તાનનાં પઠાણકોટમાં હૂમલા માટે દાખલ થયા હતા અથવા તો પાકિસ્તાનથી આવ્યા હતા. એક અન્ય આરોપ છે કે ભારતીય અધિકારીઓએ પાકિસ્તાનની તપાસ ટીમને સહયોગ નહોતો આપ્યો.

પાકિસ્તાનનાં વડાપ્રધાન નવાઝ શરીફને આ અહેવાલ થોડા જ સમયમાં સોંપવામાં આવશે. આ અંગે દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલે શાબ્દિક પ્રહારો પણ કર્યા. તેમણે ટ્વીટર પર લખ્યું કે મુંહ મે રામ બગલ મે છુરી BJP\RSS વાળાઓ ભારત માતા કી જય મુદ્દે કાગરોળ મચાવે છે અને ISIને બોલાવીને પીઠમાં છરો નાખે છે. સાથે જ કહ્યું કે મોદીએ આઇએસઆઇને બોલાવીને ભારતની સાથે મોટો દગો કર્યો છે. લોકો અને ભારત માતા બંન્ને સાથે દગો કર્યો છે. ખબર નહી મોદીજી અને નવાઝ વચ્ચે શું ડીલ થઇ હોય?

You might also like