ઈકોનોમીમાં મંદીનો ખતરો, સ્પષ્ટ કહેવું મુશ્કેલઃ ફેડરલ રિઝર્વ

અમદાવાદ: યુએસ ફેડરલ રિઝર્વના ચેરપર્સન જેનેટ યેલને કહ્યું છે કે આગામી દિવસોમાં વ્યાજના દરમાં વધારો કરવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. ત્યાર બાદ યુએસ શેરબજારમાં વધુ ઘટાડો નોંધાયો છે. અમેરિકી ડાઉ જોન્સ ઇન્ડેક્સ અને એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સમાં ચોથા દિવસે વધુ ઘટાડો નોંધાયો હતો. ડાઉ ઇન્ડેક્સમાં ૯૯.૬૪ પોઇન્ટ, જ્યારે એસએન્ડપી ઇન્ડેક્સમાં ૦.૩૫ પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે.

જેનેટ યેલેને વધુમાં કહ્યું કે ઇકોનોમીમાં મંદીનો ખતરો જોવા મળી રહ્યો છે. આ અંગે હજુ સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. વ્યાજદરમાં વધારો કરવાના કારણે વૈશ્વિક ઇકોનોમીમાં સુસ્તી આવશે, જેના કારણે અમેરિકાના વિકાસને અસર થઇ શકે છે અને તેના કારણે વ્યાજદરમાં વધારો કર્યો નથી, પરંતુ વ્યાજદરમાં ઘટાડો કરવાની જરૂર પણ નહીં પડે. તેમણે વધુમાં જણાવ્યું કે ચીનની અસ્થિરતાથી અમેરિકાના વિકાસમાં અવરોધ ઊભો થઇ શકે છે.

દરમિયાન યુએસ ફેડરલ રિઝર્વના ચેરપર્સનના બહાર આવેલા નિવેદનના પગલે એશિયાઇ બજાર તૂટ્યાં હતાં. હેંગસેંગ ઇન્ડેક્સમાં ૩.૯૬ ટકા, જ્યારે સિંગાપોરના સ્ટ્રેઇટ ટાઇમ્સ ઇન્ડેક્સમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. દક્ષિણ કોરિયાનાે કોસ્પી શેરબજાર ઇન્ડેક્સ પણ ૨.૪૨ ટકા તૂટ્યો હતો.

You might also like