દેશનો આર્થિક વિકાસ દર આઠ ટકા થવાની શક્યતા

મુંબઇ: દેશમાં માગ સતત વધી રહી છે ત્યારે ઇકોનોમી ગ્રોથ આગામી કેટલાંક વર્ષ સુધી આઠ ટકાના દરે વધશે. વૈશ્વિક રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સના એક અહેવાલ મુજબ દેશમાં સકારાત્મક સુધારાના એજન્ડાએ માહોલને સુદૃઢ બનાવ્યો છે, તેમાં પણ ખાસ કરીને તાજેતરમાં જીએસટી બિલ પસાર થવાના કારણે દેશના આર્થિક વિકાસનો ગ્રોથ ઝડપથી વધશે, જોકે ખાદ્ય પદાર્થ અને ઇંધણના ભાવમાં ઝડપી વધ-ઘટના કારણે મોંઘવારી વધવાનો ભય સતાવી રહ્યો છે.

રેટિંગ એજન્સી એસએન્ડપીના જણાવ્યા અનુસાર જીડીપીના ડેટા મુજબ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ના પ્રથમ ત્રિમાસિક એટલે કે એપ્રિલથી જૂન મહિનાના સમયગાળામાં દેશનો આર્થિક વિકાસ ૭.૧ ટકા રહ્યો છે. આ અગાઉ જાન્યુઆરીથી માર્ચ મહિનાના ત્રિમાસિક સમયગાળાનો ઇકોનોમી ગ્રોથ ૭.૯ ટકા રહ્યો હતો. આરબીઆઇએ પણ કહ્યું છે કે નજીકના ભવિષ્યમાં દેશમાં આર્થિક વિકાસની સંભાવના ઊંચી છે. ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસદર ૭.૬ ટકા રહેવાનું અનુમાન છે.

You might also like