ભારતની આર્થિક વૃદ્ધિ ૭.૨ ટકાઃ GSTની સકારાત્મક અસરઃ વિશ્વ બેન્ક

મુંબઇ: નોટબંધીથી દેશની અર્થ વ્યવસ્થાને સાધારણ ફટકો પડ્યો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની અમલવારી બાદ દેશની અર્થ વ્યવસ્થાને ટેકો મળશે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ભારતનો ઇકોનોમી ગ્રોથ ૭.૨ ટકાની સપાટીએ જોવાઇ શકે છે. વિશ્વ બેન્કની દક્ષિણ એશિયાઇ અર્થ વ્યવસ્થા પરના રિપોર્ટમાં આ પ્રકારનું અનુમાન વ્યક્ત કરાયું હતું.
વિશ્વ બેન્કનું કહેવું છે કે વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતીય અર્થ વ્યવસ્થાનો વૃદ્ધિ દર વધીને ૭.૫ ટકાના સ્તરે પહોંચી જશ. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે નવેમ્બરમાં જાહેર કરેલી નોટબંધીથી દેશના આર્થિક વિકાસને અસર થઇ છે. નાણાકીય સેક્ટર પર પ્રેશર અને વૈશ્વિક અનિશ્ચિતતાથી આર્થિક વૃદ્ધિ પર અસર પડી શકે છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ક્રૂડની કિંમતમાં વધારો અને મેટલ સહિત અન્ય કોમોડિટીની કિંમતમાં થયેલા ઝડપી વધારાથી દેશના આર્થિક વિકાસ પર નકારાત્મક અસર પડશે. જીએસટીની અમલવારી થવાને કારણે વર્ષ ૨૦૧૭-૧૮માં તેનો સકારાત્મક લાભ મળશે. વર્ષ ૨૦૧૯-૨૦માં આર્થિક વૃદ્ધિ દરમાં મામૂલી વધારો નોંધાતાં તે ૭.૭ ટકાના સ્તરે જોવાશે.
http://sambhaavnews.com/

You might also like