ભારતનો આર્થિક વિકાસદર ૭.૭ ટકા રહેવાનું અનુમાન

મુંબઇ: સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૧૭માં ભારતનો આર્થિક વિકાસદર ૭.૭ ટકા રહેવાનો અંદાજ છે. દેશમાં માગ વધવાથી તથા કરવામાં આવેલા આર્થિક સુધારાથી આર્થિક વિકાસદર વધવાની આશા છે.
સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ-૨૦૧૭ના રિપોર્ટ અનુસાર ભારતનો આર્થિક વિકાસદર નાણાકીય વર્ષ ૨૦૧૭માં ૭.૭ ટકા અને નાણાકીય વર્ષ ૨૦૧૮માં ૭.૬ ટકા રહેશે.

રિપોર્ટમાં ચેતવણી ઉચ્ચારાઇ છે કે બેન્કો તથા કંપનીઓ તેની પૂરેપૂરી ક્ષમતાથી કામ નહીં કરી શકવાના કારણે તેમની બેલેન્સશીટ પર પ્રેશર જોવાવાના કારણે રોકાણ ઉપર અસર થશે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર ચીનનો આર્થિક વિકાસદર નાણાકીય વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં ૬.૫ ટકાની સપાટીએ સ્થિર રહેવાનું અનુમાન છે.
http://sambhaavnews.com/

You might also like