દેશનો આર્થિક વિકાસદર ૭.૬ ટકા રહેવાનું અનુમાન

મુંબઇ: સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૭માં ભારતનો આર્થિક વિકાસદર ૭.૬ ટકા રહેવાનું અનુમાન છે. દેશમાં સકારાત્મક સુધારાઓ થતાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર મજબૂત થયું છે એટલું જ નહીં, રોકાણની ગતિવિધિ તેજ થઇ છે. રિપોર્ટ અનુસાર ભારતીય અર્થવ્યવસ્થામાં વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ બંને નાણાકીય વર્ષમાં ૭.૬ ટકાના દરે આર્થિક વિકાસદર જોવાશે.

સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૭માં ચીનનો આર્થિક વિકાસદર ઘટીને ૬.૪ ટકાના સ્તરે જોવાઇ શકે છે. દેશમાં ખાનગી મૂડીરોકાણ વધવાની આશા છે, જોકે રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દેશમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં રોકાણમાં ઘટાડો જોવાતાં આર્થિક વિકાસ ઉપર પણ તેની નકારાત્મક અસર પડી છે, પરંતુ આગામી દિવસોમાં દેશમાં આર્થિક વૃદ્ધિ ઝડપી બની શકે છે.

http://sambhaavnews.com/

You might also like